Site icon Revoi.in

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણઃ કેટલાક વિસ્તારોમાં 10 વાગ્યા પછી દુકાનો બંધ રહેશે

Social Share

અમદાવાદઃ શહેરમાં ફરી એકવાર કોરોનાએ માથું ઉચક્યું છે. તેમજ કોરોનાના પોઝિટિવ કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. કોરોનાનું સંક્રમણને વધારે ફેલતું અટકાવવા માટે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં રાતના 10 કલાક પછી દુકાનો અને મોલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ ખાણીપીણી બજારો પણ રાતના 10 પછી બંધ રહેશે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં હાલ કોરોનાના 4717 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. તેમજ અત્યાર સુધીમાં 2.69 લાખ દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યાં છે. બીજી તરફ રાજ્યમાં રસીકરણ અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. એક દિવસમાં એક લાખથી વધારે લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી.

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થતા તંત્ર ચિંતિત બન્યું છે. દરમિયાન ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચ અધિકાર ધરાવતી સમિતિની બેઠકમાં કોરોનાનાવધતા જતા સંક્રમણને ધ્યાનમાં લઈને અમદાવાદના આઠ વોર્ડમાં રાત્રે 10 વાગ્યા પછીદુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં જોધપુર, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ,ગોતા, પાલડી, ઘાટલોડિયાઅને મણિનગરમાં રાત્રે 10 વાગ્યાથી રેસ્ટોરન્ટ, મોલ, શોરૃમ, ગલ્લા, જીમ અને ક્લબબંધ રાખવામાં આવશે. એવી જ રીતે અમદાવાદના મધ્ય ઝોનમાં માણેકચોક અને રાયપુરખાણીપીણી બજાર પણ 10 વાગ્યા પછી બંધ રખાશે.