Site icon Revoi.in

કોરોના સંક્રમણની ગતિ વધી – 24 કલાકમાં 1 લાખ 80 હજાર જેટલા કેસ નોંધાયા

Social Share

 

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર આવી ચૂકી છે, દૈનિક કેસોમાં સતત વધારો જ થઈ રહ્યો છે, ત્યારે હવે કોરોનાના આકંડાઓ ફરી એક વખત ડરાવી રહ્યા છે,  આ સાથે જ દેશમાં કોરોના સંક્રમણની ગતિ વધતી જ જઈ રહી છે.

કોરોનાના નવા નોઁધાયેલ કેસોમાં 12.5 ટકાનો વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં 1 લાખ 79 હજાર 723 નવા કેસ નોંધાયા છે. માત્ર 13 દિવસમાં કોવિડના દૈનિક કેસોમાં 28 ગણો વધારો થયો છે. 28 ડિસેમ્બરે 6 હજાર 358 કોવિડ કેસ નોંધાયા હતા. જો આપણે સક્રિય દર્દીઓની વાત કરીએ, તો તેમની સંખ્યા 7 લાખને વટાવી ગઈ છે. હાલમાં 7 લાખ 23 હજાર 619 સક્રિય દર્દીઓ છે.

આ સાથે જ  છેલ્લા 24 કલાકમાં, કોરોનાને કારણે 146 લોકોએ જીવ ગુમાવ્યો છે. કોવિડ-19ને કારણે દેશમાં અત્યાર સુધીમાં કુલ 4 લાખ 83 હજાર 936 લોકોના મોત થયા છે.

કોરોનાના સૌથી વધુ કેસૌ મહારાષ્ટ્ર અને દિલ્હીમાં થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દિલ્હીમાં ગયા સપ્તાહની સરખામણીમાં કેસ નવ ગણા વધ્યા છે. ગયા અઠવાડિયે, રાજધાનીમાં કુલ 10 હજાર કેસ નોંઘાયા હતા જે આ અઠવાડિયે વધીને 95 હજાર થયા છેય

જો  મહારાષ્ટ્રની વાત કરીએ તો અહી સૌથી વઘુ કેસ આવી રહ્યા છે.જેમાં ગયા અઠવાડિયે 41 હજાર કેસ હતા જે આ સપ્તાહમાં વધીને 2.2 લાખ થઈ ગયા છે. યુપીની વાત કરીએ તો ગયા અઠવાડિયે 1 હજાર 600 કેસ હતા જે હવે વધીને 25 હજાર થઈ ગયા છે.