Site icon Revoi.in

ગાંધીનગરની કોર્ટ સંકુલમાં કોરોનાનું સંક્રમણઃ જજ સહિત આઠ કર્મચારીઓ પોઝિટિવ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ તેજ ગતિથી વકરી રહ્યું છે. સામાન્ય નાગરિકોની સાથે રાજકીય મહાનુભાવો પણ કોરોનાની ઝપટે ચડી રહ્યાં છે. દરમિયાન રાજકોટ બાદ હવે ગાંધીનગરમાં કોર્ટના કર્મચારીઓ પણ સંક્રમિત થઈ રહ્યાં છે. ગાંધીનગર કોર્ટના ચારેક જજ અને અન્ય કર્મચારીઓ કોરોના પોઝિટિવ થતા કોર્ટ સંકુલમાં ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગરના ચારેક જજ તથા અન્ય ચાર કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી કોર્ટની કાર્યવાહી બંધ કરવામાં આવી હતી. ગાંધીનગર કોર્ટમાં મોટી સંખ્યામાં કોરોનાના કેસો સામે આવતા કોર્ટમાં સેનેટાઈઝેશન કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. રાજકોટમાં તાજેતરમાં જ બે જજ સહિત 11 કોર્ટ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હતા. હવે ગાંધીનગર કોર્ટમાં કોરોનાનું સંક્રમણ વકરતા વકીલો અને કોર્ટ કર્મચારીઓમાં ખળભળાટ મચી ગયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સતત વધી રહેલા કોરોના કેસને પગલે સુરતમાં કોર્ટ સંકુલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતમાં કોર્ટમાં માત્ર અરજન્ટ મેટર જ ચલાવાશે. આજથી 5 એપ્રિલ સુધી અરજન્ટ મેટર ચાલશે. સુરત વકીલ મંડળ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.