Site icon Revoi.in

દિલ્હીની જેલોમાં પણ કોરોનાનું સંક્રમણ પહોંચ્યુઃ 21 કેદીઓ અને 29 કર્મચારીઓ સંક્રમિત

Social Share

નવી દિલ્હી: ભારતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દેશની રાજધાની દિલ્હી અને મહારાષ્ટ્રમાં મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ આવી રહ્યાં છે. જેથી કેન્દ્ર સરકાર પણ ચિંતામાં મુકાઈ છે. દરમિયાન દિલ્હીની જેલમાં બંધ કેદીઓ અને જેલ કર્મચારીઓ પણ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાંનું સામે આવતા આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં છે.

સુત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીની જેલોમાં પણ કોરોનાનું સંક્રમણ પહોંચી ચુક્યું છે. દિલ્હીની તિહાર, રોહીમી અને મંડોલી જેલમાં બંધ લગભગ 21 જેટલા કેદીઓ કોરોનાની ઝપટે આવ્યાં છે. આ ઉપરાંત 28 જેટલા જેલ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી જેલ તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે. પોઝિટિવ આવેલા કેદીઓ અને જેલ કર્મચારીઓની સારવાર શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત જેલના કેદીઓ અને જેલ સ્ટાફના સંપર્કમાં આવેલા લોકોના રિપોર્ટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હી સહિત સમગ્ર દેશમાં કોરોનાના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. દેશમાં 24 કલાકમાં એક લાખથી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. કોરોનાના કેસમાં થઈ રહેલા વધારાને પગલે આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે.