દિલ્હીમાં કોરોના બેકાબૂ – છેલ્લા 24 કલાકમાં 10 હજારથી પણ વધુ કેસ નોઁધાતા કેજરીવાલ સરકારે લોકડાઉનનો સંકેત આપ્યો
- દિલ્હીમાં કોરોનાનો રાફળો ફાટ્યો
- 24 કલાકમાં જ 11 હજારની અંદર કેસો નોંધાયા
- જો હોસ્પિટલોમાં બેડ ભરાઈ જશે તો લોકડાઉન કરવું જ પડશે – સીએમ
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે આજે એક પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ સામે આવ્યા તેની માહિતી આપી હતી અને શનિવારે રાજધાનીમાં વધેલા પ્રતિબંધો વિશે વાત કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, કોરોના દિલ્હીમાં ખૂબ ઝડપથી વધી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં 10 હજાર 732 કેસ નોંધાયા છે, જે અત્યાર સુધીમાં સૌથી વધુ છે. તેમણે કહ્યું કે દિલ્હીમાં કોરોનાની ચોથી તરંગ ખૂબ જોખમી છે કારણ કે લોકો તરત જ કોરોનાના સંક્રમણની ઝપેટમાં આવી રહ્યા છે.
કેજરીવાલે કહ્યું કે કોરોનાની ચોથી લહેર જોખમી છે તેને પહોંચી વળવા ,સરકાર ત્રણ સ્તરે કાર્ય કરી રહી છે,પહેલા સ્રતે કોરોનાને અટકાવવા માટે ક્રાય કરવામાં આવી રહ્યું છે,તેમણે કહ્યું કે કોરાના ત્યારે જ અટકી શકે જ્યારે લોકો સતર્ક બને, બીજા સ્તરે મેનેજમેન્ટ, તેમણે કહ્યું કે જે રીતે હોસ્પિટલમાં કાર્ય થઈ રહ્યું છે તે જોઈને વોરિયર્સને સલામ કરવા પડે, તેમણે લોકોને અપીલ કરી છે કે સ્વાસ્થ્ય કર્મીઓ તો તેમનું કામ કરી રહ્યા છએ પરંતુ જનતાએ પણ સાથ આપવો જોઈએ.તેમણે વધુમાં કહ્યું કે કોરોનાના વધતા વ્યાપને લઈને કેટલીક આંશિક પાબંધિઓ લગાવવામાં આવી છે
તેમણે કહ્યું કે તેમને ઘણા સંદેશા મળ્યા છે કે લોકોને હોસ્પિટલમાં બેડ નથી મળતા. જો વાત આવી છે તો છ મહિના પહેલા, દિલ્હી સરકાર દ્વારા હોસ્પિટલોમાં પથારીની સંખ્યાને તપાસવા માટે બનાવેલી એપ્લિકેશન આજે પણ કાર્યરત છે, લોકોએ તેનો ઉપયોગ કરવો જોઈએ. હોસ્પિટલથી હોસ્પિટલમાં ભટકવાની જગ્યાએ, પહેલા તે એપ્લિકેશનમાં સ્થિત બેડ શોધી કાઢો અને પછી દર્દીને હોસ્પિટલમાં લઈ જાઓ.
તેમણે ખાસ માહિતી આપતા જણાવ્યું હતું કે, જો ગંભીર સ્થિતિ હોય તો જ હોસ્પિટલમાં આવવું જોઈએ નહીતો ઘરમાં જ આઈસોલેટ થવું જોઈએ જેથી જરુરમંદ લોકોને હોસ્પિટલમાં સુવિધા મળી રહે, જો હાસ્પિટલોમાં બેડની સંખ્યા ફૂલ થઈ જશે તો દિલ્હીમાં લોકડાઉન જરુર લગાવવું પડશે આવી સ્થિતિમાં જનતા સહોયગ કરે તે ખૂબ જ જરુરી છે.
સાહિન-