કોરોના અપડેટઃ છેલ્લા 24 કલાકમાં નોંધાયા 11,499 કેસ,એક્ટિવ કેસો પણ ઘટ્યા
- કોરોનાના કેસમાં મોટો ઘટાડો
- 24 કલાકમાં 11 હજાર 499 કેસ સામે આવ્યા
- એક્ટિવ કેસો સતત ઘટ્યા
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે, એમ કહી શકાય કે કોરોનાની ત્રીજી લહેર સતત ઘીમી પડી રહી છે,દૈનિક નોંધાતા કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે તો બીજી તરફ કોરોનાના એક્ટિવ કેસો પણ ઘટતા જઈ રહ્યા છે આ સ્થિતિને જોતા અંદાજો લગાવી શકાય કે કોરોનાની ત્રીજી લહેર હવે નબળી પડી ચૂકી છે.
જો છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વાત કરીએ તો 24 કલાક દરમિયાન 11 હજાર 499 નવા કેસ સામે આવ્યા છે.આ સાથે જ દેશભરમાં જો સક્રિય કેસોની વાત કરવામાં આવે તો સક્રિય કેસોની સંખ્યા ઘટીને 1 લાખ 21 હજાર 881 થઈ ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં 23 હજાર 598 લોકો કોરોનાને માત આપીને સ્વસ્થ થયા છે
જો હાલ દેશમાં કોરોનામાંથી સાજા થવાના દરની વાત કરીએ તો હાલમાં ભારતમાં રિકવરી રેટ 98.52 ટકા જોઈ શકાય છે.જો કે આ સમાન સમયગાળા દરમિયાન મૃત્યુના આંકડા વિશે વાત કરીએ તો, 255 દર્દીઓના મોત થાય છે .