કોરોના અપડેટઃ- છેલ્લા 24 કલાકમાં 15,815 કેસ નોંધાયા, સક્રિય કેસોમાં થયો ઘટાડો
- કોરોનાના કેસમાં રાહત
- 24 કલાકમાં 15હજારથી વધુ કેસ નોંધાયા
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે હાલ પણ દેશમાં કોરોનાના કેસો જોવા મળી રહ્યા છે.ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાનું સંક્રમણ વધુ જોવા મળી રહ્યું છે.આ સહીત 4 રાજ્યોમાં કોરોનાના કેસ વધ્યા છે.જો કે સરેરાશ વાત કરીએ તો પહેલા કારતા કોરોનાના કેસોમાં રાહત જોવા મળે છે.જેમાં છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોમાં 4271 નો ઘટાડો થયો છે.
જો દેશભરમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો આ દરમિયાન કુલ 15 હજાર 815 કોરોનાના નવા કેસો સામે આવ્યા છે, જો સાજા થનારા દર્દીઓની વાત કરવામાં આવે તો 20 હજાર 18 લોકોએ કોરોનાને માત આપી છે અને સ્વસ્થ થયા છે.આ સાથે જ દેશમાં દૈનિક સંક્રમણનો દર ઘટીને 4.36 ટકા પર આવી ગયો છે.
કોરોનાના રિકવરી રેટની વાત કરીએ તો તે 98.54 ટકા નોંધાયો છે સાથે જ કુલ કેસની સરખામણીમાં સક્રિય કેસ ઘટીને 0.27 ટકા થયા છે. જો દેશમાં સક્જોરિય કેસોની વાત કરીએ તો તે આકંડો પણ ઘટ્યો છે .
હાલમાં દેશમાં કોરોના સંક્રણના 1 લાખ 19 હજાર 264 સક્રિય દર્દીઓ જોવામ મળે છે. આ સાથે જ છેલ્લા 24 કલકામાં કોરોનાના 64 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે.દિલ્હી, મહારાષ્ટ્ર, કેરળ અને કર્ણાટક આ 4 રાજ્યો એવા છે જ્યા રોજના એક હજારથી વધુ કેસ આવી રહ્યા છે