કોરોના અપડેટઃ- છેલ્લા 24 કલાકમાં નોંધાયા 2,022 નવા કેસો, એક્ટિવ કેસો 15 હજારથી પણ ઓછા
- 24 કલાકમાં નોંધાયા 2022 નવા કેસ
- એક્ટિવ કેસોની સંખ્યા 15 હજારને પાર
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસોમાં દરરોજ વધઘટ જોવા મળે છે ત્યારે વિતેલા 24 કલાક દરમિયાન કોરોનાના નવા નોંધાયેલા કેસોમાં થોડા ઘટાડો જોવા મળ્યો છે,જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો 2 હજાર 22 નવા કોરોનાના કેસો સામે આવ્યા છે.
નવા નોંધાયેલા કેસોની સંખ્યા ગઈકાલ કરતાં આ 9 ટકા ઓછી છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડના કારણે કુલ 46 લોકોના મોત પણ થયા છે. દેશમાં કોવિડના કારણે અત્યાર સુધીમાં કુલ 5 લાખ 24 હજાર 459 લોકોના મોત થયા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ પ્રમાણે જો સક્રિય કેસોની વાત કરવામાં આવે તો હાલમાં દેશભરમાં સક્રિય કેસની કુલ સંખ્યા ઘટીને 15 હજાર થઈ ગઈ છે. હાલમાં, દેશભરમાં 14 હજાર 832 સક્રિય કેસ નોંધાયા છે.
આ સાથે જ સક્રિય કેસ કુલ ચેપના 0.03 ટકા થઈ ગયા છે. હાલમાં દેશમાં રિકવરી રેટ 98.75 ટકા નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કુલ 2 હજાર 99 દર્દીઓ સાજા થયા છે.