- છેલ્લા 24 કલાકમાં નોંધાયા 2.487 નવા કેસ
- આ દરમિયાન 13 દર્દીના મોત
દિલ્હીઃ- દેશભરમાં જ્યાં કોરોનાની બીજી લહેર નબળી પડી ગઈ છે તેવી સ્થિતિમાં દેશના ઘણ ારાજ્યોમાં વધતા કેસોએ દૈનિક કેસોમાં વધારો કર્યો છે જેના કારણે છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસની સંખ્યા 2 હજાર કે 2 હજાર 500ને પાર નોંધાઈ રહી છે.
જો દેશમાં છેલ્લા 24 કલાનમી વાત કરવામાં આવે તો આ દરમિયાન કુલ 2 હજાર 487 નવા કેસ નોંધાયા છે આ સમયગાળા દરમિયાન 13 લોકોએ કોરોનામાં પોચતાના જીવ ગુમાવ્યા છે.
સક્રિય દર્દીઓની સંખ્યા ચેપના કુલ કેસના 0.04 ટકા જોવા મળી રહી છે, જ્યારે કોવિડ-19માંથી સાજા થવાનો દર 98.74 ટકા નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ની સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 404 કેસનો ઘટાડો નોંધાયો છે. સંક્રમણનો દૈનિક દર 0.61 ટકા નોંધાયો હતો અને સાપ્તાહિક ચેપ દર 0.62 ટકા હતો.
જો દેશમાં એક્ટિવ કેસોની વાત કરીએ તો સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા ઘટીને 17 હજાર 692 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના રવિવારે સવારે 8 વાગ્યા સુધીના આંકડા અનુસાર કોવિડ-19થી વધુ 13 દર્દીઓના મોત બાદ દેશમાં મૃત્યુઆંક 5,24,214 પર પહોંચી ગયો છે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર કોરોનાનો મૃત્યુ દર 1.22 ટકા છે. દેશવ્યાપી કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાન હેઠળ, અત્યાર સુધીમાં 191.32 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.