- કોરોનાના કેસ ફરી 3 હજારને આસપાસ નોંધાયા
- છેલ્લા 24 કલાકમાં 2,756 નવા કેસ
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં સતત ઘટડો નોંધાઈ રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2 હજાર 756 નવા કેસ નોંધાયા છે.જો કે 2 દિવસ અગાઉ આ આકડો ઘણો ઓછો હતો.
આ સાથે જ દેશમાં કોરોનાનો દૈનિક સકારાત્મક દર 1.15 ચકા નોંધાયો છે. જ્યારે સાપ્તાહિક સકારાત્મકતા દરની વાત કરીએ તો 1.28 ચકા જોવા મળી રહ્યો છે.
આરોગ્ય મંત્રાલયએ આપેલી માહિતી પ્રમાણે હવે કોરોનાના સક્રિય કેસો સતત ઘટતા જોવા મળી રહ્યા છે. ભારતમાં સક્રિય કેસનો ભાર હાલમાં 28 હજાર 593 જોઈ શકાય છે. કોરોનાના સક્રિય કેસ કુલ કેસના માત્ર 0.06 ટકા જોવા મળે છે. જો સાજા થવાના દરની વાત કરીએ તો દેશમાં કોરોના મહામારી રિકવરી રેટ હાલમાં 98.75 ટકા જોવા મળે છે.
આ સાથએ જ નવા નોંધાયેલા કેસની તુલનામાં સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ છે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ 3 હજાર 393 કોરોના દર્દીઓ સાજા થયા છે.