Site icon Revoi.in

કોરોના અપડેટઃ- છેલ્લા 24 કલાકમાં 4,575 કેસ સામે આવ્યા, એક્ટિવ કેસ 50 હજારથી ઓછા

Social Share

 

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં મોટા ઘટાડો નોંધાઈ રહ્યો છે. કોરોનાના કેસો હળવા થતાની સાથે જ અનેક પ્રતિબંધો પણ હટાવી લેવામાં આવ્યા છે. ત્યારે હવે કોરોનાની આ ત્રીજી લહેર નબળી પડી ચૂકી છે .સાથે જ નવા નોંધાતા કેસોની તુલનામાં સાજા થનારા દર્દીોની સંખ્યા બમણી જોવા મળી રહી છે.

જો છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના કેસોની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં, ભારતમાં કોરોનાવાયરસના 4 હજાર 575 નવા કેસ નોંધાયા છે. જે વિતેલા દિવસની સરખામણીમાં 14.6 ટકા વધુ નોંધાયા છે.

આ સાથે જ કોરોનાના સક્રિય કેસો હવે 50 હજારની અંદર આવી ચૂ્કાય છે,દેશમાં હવે સક્રિય કેસોની સંખ્યા 46 હજાર 962 જોવા મળી રહી છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પર નજર કરીએતો  ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 145 લોકોના મોત પણ થયા છે અને મૃત્યુ દર 1.20 ટકા નોંધાયો છે. 

છેલ્લા 24 કલાકમાં જો કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓની વાત કરીએ તો 7 હજાર 416 લોકો કોરોના વાયરસથી સાજા થયા છે અને આ સમયગાળા દરમિયાન રિકવરી રેટ 98.69 ટકા નોંધાયો છે.