- કોરોનામાં મોટી રાહત
- 24 કલાકમાં 7 હજારથી પણ ઓછા કેસ નોંધાયા
- એક્ટિવ કેસની સંખ્યા 1 લાખનીપણ અંદર
દિલ્હીઃ- દેશભરમાંહવે કોરોનાની ત્રીજી લહેર તદ્દન નબળી પડી ગઈ છે,જેને લઈને કોરોનાના દૈનિક કેસોની સંખ્યા હવે 10 હજારની અંદર આવી ચૂકી છે જેથી અનેક રાજ્યોમાં કોરોનાને લઈને લગાવેલા પ્રતિબંઘો હળવા કરી દેવાયા છે આ સાથે જ તહેવારોની પણ ઉત્સાહ સાથે ઉજવણીઓ થઈ રહી છે,આજે શિવરાત્રીમાં દરેક મંદિરો હરહર મહાદેવના નારાથી ગુંજી ઉઠ્યા છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં 7 હજારથી પણ ઓછા કેસો નોંધાયે છે.
છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોના ના કુલ 6 હજાર 915 નવા કેસ નોંધાયા છે.આ સાથએ જ છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડના કારણે કુલ 180 લોકોના મોત પણ થયા છે. તો બીજી તરફ એક્ટિવ કેસનો આંકડો એક લાખની અંદર જોવા મળી રહ્યો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ પ્રમાણે દેશભરમાં સક્રિય કેસોની કુલ સંખ્યા હવે 92 હજાર 472 જોવા મળી છે. સક્રિય કેસ કુલ સંક્રમણના 0.22 ટકા થઈ ચૂક્યા છે. હાલમાં દેશમાં રિકવરી રેટ વધીને 98.59 ટકા થઈ ગયો છે.
છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કુલ 16 હજાર 864 દર્દીઓએ કોરોનાને માત આપી છે અને સ્વસ્થ થયા છે, જે નવા દર્દીઓની સંખ્યા કરતા અઢી ગણા વધુ છે. જો દેશભરમાં સાજા થવાના દરની વાત કરીએ તો દેશમાં દૈનિક સકારાત્મકતા દર હવે ઘટીને 0.77 ટકા પર આવી ગયો છે. સાપ્તાહિક સકારાત્મકતા દર પણ હવે ઘટીને 1.11 ટકા પર આવી ગયો છે.