Site icon Revoi.in

કોરોના અપડેટઃ- છેલ્લા 24 કલાકમાં 7,554 નવા કેસ નોંધાયા, ગઈકાલની તુલનામાં આજના કેસોમાં 9 .2 ટકાનો વધારો

Social Share

 

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના વળતા પાણી જોવા મળી રહ્યા છએ કોરોનાની ત્રીજી લહેર હવે ઘીમી પડેલી જોઈ શકાય છે. ત્યારે દૈનિક નોંઘાતા કેસોની સંખ્યા પણ ઓછી થઈ રહી છે.આ સાથે જ એક્ટિવ કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે

જો છેલ્લા 24 કકાલની વાત કરીએ તો બુધવારે સવાર સુધીભારતમાં કોરોનાના નવા કેસોમાં થોડા ઘણો વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં, 7 હજાર 554 નવા કેસો નોંધાયા છે, જે ગઈકાલ કરતાં 9.2 ટકા વધુ  જોવા મળ્યા છે. મંગળવારે સવારે 6 હજાર 915 નવા કેસ નોંધાયા હતા. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં કોરોનામાં  223 લોકોએ જીવ ગુમાવ્યા છે.

કોરોનામાંથી સાજા થનારા દર્દીઓની વાત કરીએ તો સંખ્એયા કોરોનાના નોંધાતા કેસ કરતા બમણી રહી છે.એક જ દિવસમાં 14 હજાર 123 લોકોએ કોરોનાને માત આપી છે અને સ્વાસ્થ   થયા છે. આ સાથે જ કોરોનાનો કવરી રેટ 98.60 જોવા મળી રહ્યો છે.આ સાથે જ દૈનિક સકારાત્મકતા દર 0.96 ટકા નોંધાયો છે. જો સાપ્તાહિક સકારાત્મકતા દરની વાત કરીએ તો તે હાલ  1.06 ટકા જોવા મળી રહ્યો છે.આ સ્થિતિને જોતા એમ કહવું રહ્યું કે કોરોનાની ત્રીજી લહેર હવે તદ્દન નબળી પડી ચૂકી છે, જો કે આપણે હાલની સ્થિતિમાં પણ માસ્ક પહેરવું જોઈએ કારણ કે હજી કોરોનાનો સંપૂર્ણ નાશ થયો નથી.