Site icon Revoi.in

કોરોના અપડેટઃ છેલ્લા 24 કલાકમાં નોંધાયા 9 હજાર 119 કેસ,એક્ટિવ કેસોમાં સતત ઘટાડો

Social Share

 

દિલ્હીઃ- દેશભરમાં કોરોના મહામારીનો માર જોવા મળી રહ્યો છે જો કે ત્રીજી લહેરની શંકાઓ વચ્ચે દૈનિક કેસોની ઘટતી સંખ્યાને જોતા ત્રીજી લહેરની સંભઆવના નહીવત જોવા મળી રહી છે.દેશભરમાં વિતેલા વર્ષની સરખામણીમાં એક્ટિવ કેસો સતત ઘટતા જ જઈ રહ્યા છે ,જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો નવા નોઁધાયેલા કેસની સંખ્યા 9 હજાર 119 નોંધવામાં આવી છે.જ્યારે 396 લોકોના મોત થયા છે.

જો કોરોનાના કુલ કેસની વાત કરીએ તો તેની સંખ્યા 34 લાખ 544 હજાર 882 થઈ ગઈ છે. બીજી તરફ, જો આપણે કોરોનાના સક્રિય કેસોની સંખ્યા વિશે વાત કરીએ, તો 1 લાખ 9 હજાર 40 થઈ ગઈ છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 10 હજાર 264 લોકો કોરોનાથી સાજા થયા છે.

આ સાથે જ  કોરોનાથી સાજા થયેલા લોકોની કુલ સંખ્યા વધીને 33,967,962 થઈ ચૂકી છે. કોરોનાથી અત્યાર સુધીમાં 4 લાખ 66 હજાર 980 લોકોના મોત થયા છે. આ સાથે જ દેશભરમાં રસીકરણને પણ વેગ મળી રહ્યો છે, મોટા ભાગના લોકોનું રસીકરણ પુરુ થવાના આરે છે.

જો રાજધાની દિલ્હીમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. સત્તાવાર આંકડાઓપ્રમાણે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 35 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે હવે એક્ટિવ કેસની સંખ્યા 311 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં કોરોના સંક્રમણને કારણે કુલ મૃત્યુઆંક 25,095 પર પહોંચી ગયો છે.

આ સાથે જ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પશ્ચિમ બંગાળ, કેરળ, મહારાષ્ટ્ર, પંજાબ સહિત 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સાપ્તાહિક પરીક્ષણ દરમાં ઘટાડો અને કેટલાક જિલ્લાઓમાં ચેપ દરમાં વધારા અંગે પત્ર લખ્યો છે. અને ચિંતા વ્યક્ત કરી હતી.