કોરોના અપડેટઃ છેલ્લા 24 કલાકમાં 20,408 નવા કેસ નોંધાયા, સક્રિય કેસ 1 લાખ 43 હજારને પાર
- દેશભરમાં કોરોનાના કેસમાં વધારો
- 24 કાકમાં 20 હજાર 400થી વધુ કેસ સામે આવ્યા
- સક્રિય કેસો 1 લાખ 43 હજારથી વધુ
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં વધઘટ જોવા મળી રહી છે ત્યારે ફરી એક વખત કોરોનાના કેસો 20 હજારને પાર પહોંચ્યા છે, છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસ વધતા જતા જોવા મળી રહ્યા છે આ સાથે જ હવે સ્કરિય કેસો પણ દોઢ લાખ આસપાસ જોવા મળી રહ્યા છે
જો દેશમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો આ દરમિયાન દેશભરમાં કોરોનાના 20 હજાર 408 નવા કેસો નોંધાયા છે, જ્યારે ા સમાન સમયગાળા દરમિયાન 54 લોકોના કોરોનાના કારણે મોત પણ થયા છે.
જો દેશમાં સક્રિય કેસોની વાત કરવામાં આવે તો હવે દેશમાં સક્રિય કેસોની સંખ્યા 1 લાખ 43 હજાર 384 પર પહોંચી ગઈ છે.જો દૈનિક સંક્રમણ દરની વાત કરવામાં આવે તો હાલ તે 5.05 ટકા પર જોવા મળી રહ્યો છે.
જો કે દેશમાં સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ સારી એવી જોવા મળી રહી છે,હાલમાં દેશમાં રિકવરી રેટ 98.48 ટકા પર જોવા મળે છે. જ્યારે એક્ટિવ કેસ 0.33 ટકા છે. જો આંકડાઓ પર નજર કરીએ તો દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ 20 હજાર 958 લોકોએ કોરોનાને માત આપી છે અને સ્વસ્થ થયા છે.
દેશભરમાં વેક્સિનેશનની વાત કરવામાં આવે તો કોરોનાના સંક્રમણને રોકવા માટે છેલ્લા 24 કલાકમાં કોરોના રસીના 33,87,173 ડોઝ આપવામાં આવ્યા છે, જેનાથી દેશમાં કોરોના રસી આપવાનો આંકડો 203.94 કરોડ ને આંબી ગયો છે.