કોરોના અપડેટઃ- ફરી એક વખત છેલ્લા 24 કલાકમાં 20 હજારથી વધુ કેસ નોંધાયા, સક્રિય કેસો 1 લાખ 40 હજારને પાર
- 24 કલાક દરમિયાન 20 હજારથી વધુ કેસ નોંધાયા
- સક્રિય કેસો હવે 1 લાખ 40 હજારથી વધુ
- 24 કલાકમાં 18 હજારથી વધુ લોકોએ કોરોનાને માત આપી
દિલ્હી- દેશભરમાં સતત ત્રણ દિવસથી કોરોનાના નવા કેસની સંખ્યા 20 હજારને પાર પહોંચતી જોવા મળી રહી છે તો સાથે જ સક્રિય કેસો પણ 1 લાખ 40 હજારનો આંકડો વટાવી ચૂક્યા છે, કોરોનાના વધતા કેસે ફરી એક વખત ચિંતા વધારી છે,જો કે એક સારી બાબત એ પણ કહી શકાય કે સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધુ છે.
જો દેશભરમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો આ દરમિયાન 20 હજાર 44 જેટલા નવા કેસો સામે આવ્યા છે.ત્યારે કોરોનાના 56 દર્દીઓને પોતાના જીવ ગુમાવ્યા છે.
જો દેશમાં સમાન મસયગાળા દરમિયાન કોરોનાને માત આપીને સાજા થેયલા દર્દીઓની વાત કરવામાં આવે તો 18 હજારક 301 દર્દીઓ સાજા થયા હતા.
જો દેશમાં સક્રિય કેસો વિશે વાત કરીએ તો હાલ દેશભરમાં 1.40 લાખને પાર એક્ટિવ કેસો જોઈ શકાય છે. આ સાથે જ કોરોનાનો દૈનિક પોઝિટિવિટી રેટ 4.80 ટકા જોવા મળી રહ્યો છે.