કોરોના અપડેટઃ- દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 8 હજારથી વધુ કેસ,એક્ટિવ કેસમાં ઘટાડો
- દેશમાં 24 કલાકમાં નોંધાયા 8 હજાર 834 કેસ
- મહિનાઓ બાદ એક્ટિવ કેસોમાં સૌથી મોટો ઘટાડો
દિલ્હીઃ- દેશભરમાં એમિક્રોનનું જોખમ વર્તાઈ રહ્યું છે,ભારતમાં ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. દેશમાં ઓમિક્રોનથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 21 થઈ ગઈ છે.તો બીજી તરફ, છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના દૈનિક કેસ ઘટીને 10 હજારની અંદર આવી ગયા છે.
તે જ સમયે, કુલ 3 કરોડ 46 લાખ 41 હજાર 561 કેસ નોંધાયા છે. આ સાથે જ સ્વસ્થ લોકોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. દેશમાં મહામારીથી કુલ મૃત્યુઆંક વધીને 4 લાખ 73 હજાર 555 થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8 હજાર 306 નવા કેસ નોંધાયા છે.
વિતેલા દિવસ રવિવારની સરખામણીએ સોમવારે જાહેર કરાયેલા આંકડામાં પાંચસો દર્દીઓનો ઘટાડો થયો છે. આ દરમિયાન 8 હજાર 834 લોકો સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે.
આ સમગ્ર સ્થિતિ વચ્ચે મોટી રાહતની વાત એ છે કે કોરોનાના સક્રિય કેસ સતત ઘટી રહ્યા છે. 552 દિવસ પછી કોરોનાના કોરોનાના સક્રિય કેસમાં ઘટાડો થયો છે. કોરોનાના સક્રિય કેસ 98 હજાર 416 જોવા મળી રહ્યા છે. રવિવારે દેશમાં 8 હજાર 895 નવા કેસ નોંધાયા હતા જ્યારે 6 હજાર 918 દર્દીઓ સાજા થયા હતા.