Site icon Revoi.in

કોરોના વેક્સીનેશન : એક દિવસમાં 18.40 લાખ ડોઝ આપવામાં આવ્યા, જાણો દેશમાં અત્યાર સુધીમાં કેટલા લોકોને રસી આપવામાં આવી

Social Share

દિલ્હીઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, શુક્રવાર સાંજ સુધીમાં 18.40 લાખ ડોઝ આપનારની સાથે દેશમાં કોવિડ – 19 ના અત્યાર સુધીમાં 2.80 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. શુક્રવારે સાંજે 7 વાગ્યા સુધીની અંતિમ રીપોર્ટ મુજબ,રસીના અત્યાર સુધીમાં 2,80,05,817 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં 72,84,406 સ્વાસ્થ્ય કર્મચારીઓ અને અગ્રીમ મોરચાના 72,15,815 કર્મચારીઓને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો, જ્યારે 41,76,446 સ્વાસ્થ્ય કર્મચારીઓ અને 9,28,751 અગ્રીમ મોરચાના કર્મચારીઓને બીજી માત્રા આપવામાં આવી હતી.

આ સિવાય 71,69,695 વરિષ્ઠ નાગરિક અને વિવિધ રોગોથી પીડિત  45 વર્ષથી ઉપરના 12,30,704 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. રસીકરણ અભિયાનના 56 માં દિવસે શુક્રવારે રાત્રે 8 વાગ્યા સુધી 18,40,897 ડોઝ આપવામાં આવ્યા હતા. મંત્રાલયે કહ્યું હતું કે,અંતિમ રીપોર્ટ મુજબ 14,64,779 લોકોને પ્રથમ ડોઝ અને 3,76,118 સ્વાસ્થ્ય કર્મચારીઓ અને અગ્રીમ મોરચાના કર્મચારીઓને બીજી માત્રા આપવામાં આવી હતી.”

5 દિવસમાં લગભગ 1 લાખ નવા કોરોના કેસ

કોરોના વાયરસના ઝડપથી વધતા જતા કેસો આ સમયે તણાવનું કારણ બની ગયા છે. જો તમે આંકડા પર નજર નાખો તો છેલ્લા માત્ર 5 દિવસમાં લગભગ એક લાખ નવા કોરોના કેસ નોંધાયા છે. દરમિયાન નિષ્ણાતો ભયભીત છે કે, દેશમાં કોરોના વાયરસની બીજી લહેર આવી ગઈ છે.

મહારાષ્ટ્રની સ્થિતિ સૌથી ચિંતાજનક છે

ડર એટલા માટે પણ છે, કારણ કે ગયા વર્ષના માર્ચમાં આ સમય હતો, જ્યારે કોરોના કેસ વધ્યા પછી દેશમાં લોકડાઉન કરવાની પરિસ્થિતિ આવી હતી. મળતી માહિતી મુજબ શુક્રવારે 23,285 કેસ નોંધાયા હતા. આ સહિત છેલ્લા 5 દિવસમાં અત્યાર સુધીમાં 98,047 કોરોના કેસ નોંધાયા છે. 6 રાજ્યોમાં વધતા કોરોના કેસ અત્યારે તણાવનું મુખ્ય કારણ છે. આમાં મહારાષ્ટ્રની સ્થિતિ સૌથી ચિંતાજનક છે. સંક્રમણ વધતાં નાગપુર, ઓકલા, પૂણે વગેરેમાં કર્ફ્યું અથવા લોકડાઉન લગાવવામાં આવ્યું છે.