Site icon Revoi.in

કોરોના રસીકરણઃ દેશમાં અત્યાર સુધી 70.75 કરોડ લોકોને અપાઈ રસી

Social Share

દિલ્હીઃ કોરોના મહામારીની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા રસીકરણ અભિયાન વેગવંતુ બનાવવામાં આવ્યું છે. દરમિયાન 24 કલાકમાં 78.48 લાખ કોરોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરવામાં આવ્યાં છે. આમ અત્યાર સુધીમાં લગભગ 70.75 કરોડ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ રસીકરણ અભિયાન પણ વધારે તેજ બનાવવામાં આવ્યું છે. દેશમાં 21મી જૂનથી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તેમજ દેશના તમામ નાગરિકોને કોરોનાની સામે સુરક્ષિત કરવા માટે ફીમાં રસી આપવામાં આવી રહી છે. બીજી તરફ રસીનું ઉત્પાદન વધારવા માટે પણ દવા કંપનીઓને નિર્દેશ કર્યાં છે. ભારત સરકારે બધા જ પ્રકારના સ્ત્રોતો દ્વારા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 70.31 કરોડથી વધુ રસી પૂરી પાડી છે અને બીજા 8 લાખ ડોઝ હજુ ઉપલબ્ધ છે.

સંભવિત ત્રીજી લહેરમાં બાળકોને અસર થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ બાળકોની રસી માટેની અંતિમ તબક્કાનું નિરીક્ષણ ચાલી રહ્યું છે. આગામી દિવસોમાં બાળકોની રસી પણ ઉપલબ્ધ થઈ જશે. હાલ 18 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને રસી આપવામાં આવી રહી છે.