દિલ્હીઃ ભારતમાં કોરોનાને નાથવા માટે એક માત્ર રામબાદ ઈલાજ કોરોના રસીકરણ છે. જેથી ભારત સરકાર દ્વારા રસીકરણ અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. દરમિયાન 24 કલાકમાં સમગ્ર દેશમાં 30 લાખથી વધારે લોકોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરવામાં આવ્યાં છે. દેશમાં અત્યાર સુધીમાં 75.14 કરોડ લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ જ્યારે 37.2 કરોડ લોકોને બંને રસીથી સુરક્ષિત કરવામાં આવ્યાં છે. આમ સમગ્ર દેશમાં 112.34 કરોડ રસી ડોઝ આપવામાં આવ્યાં છે.
આવી જ રીતે 18થી 44 વર્ષના 43.26 કરોડ યુવાનોને પ્રથમ અને 17.05 કરોડને બંને ડોઝ આપવામાં આવ્યાં છે. 45થી 59 વર્ષના 17.83 કરોડ લોકોને પ્રથમ અને 10.49 કરોડ લોકોને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત 60 વર્ષથી વધુની ઉંમરના 11.17 કરોડ સિનિયર સિટિઝનોને પ્રથમ અને 7.11 કરોડ લોકોને કોરોનાની રસીના બંને ડોઝ અપાયાં છે. આમ દેશમાં 75.14 કરોડ લોકોએ કોરોના રસીનો પ્રથમ અને 37.2 કરોડ લોકોને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.