Site icon Revoi.in

કોરોના રસીકરણઃ 77.10 કરોડ લોકોએ પ્રથમ ડોઝ અને 41.35 કરોડ લોકોએ બંને ડોઝ લીધા

Social Share

દિલ્હીઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર પહેલા રસીકરણ અભિયાન વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. 24 કલાક દરમિયાન 77 લાખ લોકોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરાયાં હતા. આમ અત્યાર સુધીમાં કોરોનાના 118 કરોડ ડોઝ આપવામાં આવ્યાં છે. જેમાં 77.10 કરોડ લોકોને પ્રથમ ડોઝ અને 41.35 લોકોને કોરોનાના બંને ડોઝ આપવામાં આવ્યાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર 1.03 કરોડ હેલ્થ વર્કરોએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે જ્યારે 94.27 લાખ હેલ્થ વર્કરોએ કોરોના રસીના બંને ડોઝ લીધા છે. આવી જ રીતે 1.84 કરોડ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે. જ્યારે 1.64 કરોડ કોરોના યોદ્ધાઓએ રસીના બંને ડોઝ લીધા છે. આ ઉપરાંત 18થી 44 વર્ષના 44.66 કરોડ યુવાનોએ પ્રથમ ડોઝ અને 19.90 કરોડ યુવાનોએ બંને ડોઝ લીધા છે. 45થી 59 વર્ષના 18.18 આધેડોએ પ્રથમ ડોઝ અને 11.33 કરોડ લોકોએ કોરોના રસીના બંને ડોઝ લીધા છે. 60 વર્ષથી વધુની ઉંમરના 11.39 કરોડ સિનિયર સિટીઝનોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો છે. જ્યારે 7.54 કરોડ સિનિયર સિટીઝનોને રસીના બંને ડોઝ આપીને સુરક્ષિત કરવામાં આવ્યાં છે. આમ અત્યાર સુધીમાં 77 કરોડથી વધારે લોકોએ રસીનો પ્રથમ ડોઝ અને 41.35 કરોડ લોકોએ રસીના બંને ડોઝ લીધા છે.

કોવિડ-19 મહામારી દરમિયાન 3.39 કરોડ લોકો કોરોનાને મહાત આપીને સાજા થયાં છે. આમ હાલ ભારતનો રિવકરી રેજ લગભગ 98.33 ટકા જેટલો છે. બીજી તરફ પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે ટેસ્ટીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. 24 કલાકમાં 11.58 લાખ લોકોના ટેસ્ટ કરાયા હતા. આમ અત્યાર સુધીમાં 63.47 કરોડ જેટલા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં છે.