દિલ્હીઃ ઓમિક્રોનના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. બીજી તરફ સરકાર દ્વારા રસીકરણ તેજ કરવામાં આવ્યું છે. દરમિયાન 24 કલાકમાં કોરોનાના 81 લાખ ડોઝ આપવામાં આવ્યાં છે. અત્યાર સુધીમાં દેશમાં 130.39 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યાં છે. 80.75 કરોડ લોકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ અને 49.58 કરોડ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર 1.04 કરોડ આરોગ્ય કર્મચારીઓ પ્રથમ ડોઝ અને 96 લાખ લોકોએ બીજો ડોઝ લીધો છે. આવી જ રીતે 1.84 કરોડ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને પ્રથમ ડોઝ અને 1.66 કરોડ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યાં છે. આવી જ રીતે 18થી 44 વર્ષની ઉંમરના 47.28 કરોડ યુવાનોને પ્રથમ અને 25.66 કરોડ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત 45થી 59 વર્ષના 18.82 કરોડ આધેડને પ્રથમ અને 12.96 કરોડ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત 60 વર્ષથી વધુની ઉંમરના 11.77 કરોડ સિનિયર સિટીઝનોએ પ્રથમ ડોઝ અને 8.34 કરોડ સિનિયર સિટીઝનોએ બીજો ડોઝ લીધો છે. આમ દેશમાં અત્યાર સુધીમાં 130 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યાં છે. દેશમાં 24 કલાકમાં 81 લાખ લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યાં છે.
દેશમાં અત્યાર સુધીમાં 3.41 કરોડ લોકો કોરોનાને મહાત આપીને સાજા થયાં છે. હાલ દેશમાં 94742 લોકોની સારવાર ચાલી રહી છે. દેશમાં કોરોનાના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે 24 કલાકમાં 12.90 લાકથી વધારે ટેસ્ટ કરવામાં આવ્યાં છે. આમ અત્યાર સુધીમાં દેશમાં 65.19 કરોડથી વધારે કોરોના ટેસ્ટ કરાયાં છે.