નવી દિલ્હીઃ કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકાર અને આરોગ્ય અધિકારી-કર્મચારીઓ રાહતનો શ્વાસ લીધો છે, બીજી તરફ કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાનને વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. દરમિયાન અત્યાર સુધીમાં કોરોનાની રસીના 189.63 કરોડ ડોઝ આપીને કરોડો લોકોને સુરક્ષિત કરવામાં આવ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હાલ ભારતમાં કોરોના રસીકરણ અભિયાન ઝડપી બનાવવામાં આવ્યું છે અને 6 વર્ષથી વધુની ઉંમરના બાળકોને પણ કોરોનાની રસીથી સુરક્ષિત કરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત સિનિયર સિટીઝન અને કોરોના વોરિયર્સને બુસ્ટર ડોઝ પણ આપવામાં આવી રહ્યાં છે. 12-14 વર્ષની વય જૂથ માટે કોવિડ-19 રસીકરણ 16 માર્ચ, 2022ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં, 2.97 કરોડથી વધુ કિશોરોને COVID-19 રસીના પ્રથમ ડોઝ સાથે આપવામાં આવ્યા છે. તેવી જ રીતે, 18-59 વર્ષની વય જૂથ માટે કોવિડ-19 સાવચેતી ડોઝ એડમિનિસ્ટ્રેશન પણ 10મી એપ્રિલ,2022 થી શરૂ થયું. દેશમાં સતત ડાઉનવર્ડ ટ્રેન્ડને પગલે સક્રિય કેસલોડ ઘટીને 19,719 થયો છે. દેશના કુલ પોઝિટિવ કેસના 0.05% સક્રિય કેસ છે. 24 કલાકમાં કુલ 4,23,430 કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 83.93 કરોડથી વધુ સંચિત પરીક્ષણો કર્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં કોરોનાની ત્રણ લહેર આવી છે પ્રથમ અને બીજી લહેરમાં કોરોનામાં અનેક લોકોના મોત થયાં હતા. જો કે, ત્રીજી લહેર પૂર્વ મોટી સંખ્યમાં રસીકરણ કરવામાં આવ્યું હોવાથી મોટી જાનહાની ટળી હતી.