- કેન્દ્રીય આરોગ્ય વિભાગે ટ્વીટ કરીને પાઠવી શુભકામનાઓ
- રસીકરણ અભિયાનને વધારે તેજ બનાવાયું
- 136 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યાં
દિલ્હીઃ ભારત સહિત દુનિયામાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉચક્યું છે. તેમજ અમેરિકા અને બ્રિટેન જેવા દેશોમાં દરરોજ મોટી સંખ્યામાં કોરોના વાયરસના કેસ સામે આવી રહ્યાં છે. આ ઉપરાંત ઓમિક્રોનનો ખતરો પણ તોડાઈ રહ્યો છે. કોરોનાથી માત્ર વેક્સિન જ બનાવી શકતી હોવાના દાવો કરવામાં આવી રહ્યો છે. ભારતમાં ત્યાર સુધીમાં 136 જેટલા ડોઝ આપવામાં આવ્યાં છે. દરમિયાન દેશની 60 ટકાથી વધારે પ્રજાને કોરોના રસીના બંને ડોઝ આપી દેવામાં આવ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભારતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રસીકરણ અભિયાન વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ટ્વિટ કર્યું છે કે, વધુ નવા પરાક્રમો સિદ્ધ કરી રહ્યા છે. અમારા આરોગ્ય કર્મચારીઓના જનભાગીદારી અને સમર્પિત પ્રયત્નો દ્વારા સહાયતા પ્રાપ્ત થઈ, હવે 60 ટકાથી વધુ પાત્ર વસ્તી સંપૂર્ણ રસી આપવામાં આવી છે,’ દેશમાં 18 વર્ષથી વધુની ઉંમરના તમામ લોકોને કોરોનાની બંને ડોઝ મળી રહે તે માટે સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
બીજી તરફ બાળકોની રસીને લઈને હજુ પરિક્ષણ કરવામાં આવી રહ્યાં છે. આગામી દિવસોમાં 18 વર્ષથી નીચેના બાળકોને કોરોનાની રસી મળી રહે તે દિશામાં પણ કેન્દ્ર સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.
(PHOTO-FILE)