Site icon Revoi.in

ગુજરાતમાં કોરોના રસીકરણ અભિયાનઃ અત્યાર સુધીમાં 65 લાખથી વધારે લોકોને અપાઈ રસી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને નાથવા માટે રસીકરણ અભિયાન વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. તેમજ આ રસીકરણ અભિયાનમાં ભાજપના કાર્યકરો પણ જોડાયાં છે. જેથી વધારેમાં વધારે લોકો ઝડપથી કોરોનાની રસીનો લાભ મેળવી શકે. રાજ્યમાં અત્યાર સુધીમાં 57,75,904 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અને 7,30,124 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમાં રાજ્યમાં અત્યાર સુધીમાં 65,06,028 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં તા. 1લી એપ્રિલથી 45 વર્ષથી ઓછી ઉંમરના લોકોને કોરોનાની રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે. બીજી તરફ સરકાર દ્વારા રસીકરણ માટે હોસ્પિટલો સહિત 2500 કેન્દ્રો ઉપર વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ દરરોજ બે લાખથી વધારે લોકોને કોરોનાની રસી આપવાનો સરકાર લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ ઉપરાંત સરકાર દ્વારા કોરોના મહામારીને નાથવા માટે પ્રજાને કોરોનાની રસી લેવા માટે સતત અપીલ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 65 લાખથી વધારે લોકોએ કોરોનાની રસી લીધી છે.

દરમિયાન સિવિલ હોસ્પિટલમાં 11 વર્ષથી નીચેના 6 બાળકોને કોરોના પોઝિટિવ છે. કોરોના સંક્રમિત બાળકોની સારવાર માટે અલગ વોર્ડ બનાવાયો છે. પોઝિટિવ માતા અને બાળકો માટે અલગ વ્યવસ્થા કરાઈ છે. ડો રજનિશ પટેલ જણાવ્યું હતુ કે, સગર્ભા મહિલાઓએ હવે સાવચેત રેહવું પડશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ નો આંકડો 540 પર પહોંચ્યો છે.