- દેશમાં વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ
- અત્યાર સુધીમાં 12.69 કરોડથી વધુ ડોઝ અપાયા
- સ્વાસ્થ્ય મંત્રાલયે આ અંગે આપી જાણકારી
દિલ્હી :દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.કોરોનાનું સંક્રમણ અટકાવવા સરકાર દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે સરકારે વેક્સીનેશનની પ્રક્રિયા ઝડપથી કરી છે.દેશમાં લોકોને અત્યાર સુધીમાં 12.69 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, સોમવાર સાંજ સુધીમાં ભારતમાં યોગ્ય લોકોને કોરોના વાયરસ રસીના 12.69 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. સોમવારે 73,600 કોવિડ -19 રસીકરણ કેન્દ્રો ચલાવવામાં આવ્યા હતા,જે અત્યાર સુધીની સૌથી મોટી સંખ્યા છે. મંત્રાલયે એક નિવેદન બહાર પાડતાં કહ્યું છે કે, કાર્યસ્થળ પર રસીકરણ એ પણ મોટી સંખ્યામાં રસીઓનું એક કારણ છે. સાંજના આઠ વાગ્યા સુધીના અહેવાલ મુજબ દેશમાં લોકોને એન્ટી કોવિડ રસીના 12,69,56,032 ડોઝ આપવામાં આવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કોવિડ -19 સાથેની લડતમાં રસીકરણને “સૌથી મોટું શસ્ત્ર” ગણાવ્યું હતું. અને દેશભરના ડોકટરોને વધુમાં વધુ લોકો રસી લે તે માટે પ્રોત્સાહિત કરવા વિનંતી કરી હતી. આ સાથે તેમણે ડોકટરોને કોવિડની સારવાર અને રોકથામને લઈને ઉડી રહેલી અફવાઓ વિરુદ્ધ લોકોને શિક્ષિત કરવાની પણ અપીલ કરી હતી.
દેશમાં કોવિડ -19 ના ઝડપથી વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને વડાપ્રધાને દેશની અગ્રણી ડોકટરો અને ફાર્માસ્યુટિકલ કંપનીઓના પ્રતિનિધિઓ સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા અલગ મીટિંગો કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ મહામારીની વર્તમાન પરિસ્થિતિ તેમજ રસીકરણ અભિયાનની સમીક્ષા કરી હતી.કેન્દ્ર સરકારે સોમવારે કહ્યું હતું કે, 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો કોરોનાની રસી લઇ શકશે.
દેવાંશી