અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં કોરોનાની રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 5 કરોડથી વધારે લોકોને રસી આપવામાં આવી છે. સૌથી વધારે મેગાસિટી અમદાવાદમાં સૌથી વધારે લોકોએ કોરોનાની રસી લીધી છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 50 લાખ લોકોએ કોરોનાની રસી લઈને કોરોના સામે પોતાને સુરક્ષિત કર્યાં છે.
મેગાસિટી અમદાવાદમાં અત્યાર સુધીમાં 35 લાખ લોકોએ કોરોનાનો એક ડોઝ લીધો છે. જ્યારે 14 લાખથી વધારે લોકોએ કોરોનાની રસીના બંને ડોઝ લીધા છે. શહેરના વિવિધ રસીકરણ કેન્દ્રો ઉપર 24 કલાકમાં 53932 વ્યક્તિઓને રસી આપવામાં આવી હતી. જેમાં 20269 પુરુષ અને 15654 મહિલાઓનો સમાવેશ થાય છે. આવી જ રીતે સ્લમ વિસ્તારમાં 6495 વ્યક્તિઓને રસી આપવામાં આવી હતી. હાલ 18 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને કોરોનાની રસી ફ્રીમાં આપવામાં આવી રહી છે. હવે તમામ શહેરીજનોને રસીથી કોરોના સામે સુરક્ષિત થાય તે માટે રાત્રિ દરમિયાન પણ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને અમદાવાદ શહેરના મેયર સહિતના આગેવાનોએ શહેરીજનોને કોરોનાની રસી લેવા માટે અપીલ કરવામાં આવી હતી.