Site icon Revoi.in

કર્ણાટકમાં કોરોના રસીકરણનો રેકોર્ડ, એક દિવસમાં 12.04 લાખ લોકોને રસી આપીને દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું

Social Share

બેંગ્લુરુ :કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, હવે નજીવી સંખ્યામાં માત્ર જુજ કેસ જ નોંધાઈ રહ્યા છે. કોરોનાના કેસ ઘટતા સરકારે નિયંત્રણો લગભગ ઉઠાવી લીધા છે. વધુને વધુ લોકો વેક્સિન લે તે માટે સરકાર ઝૂંબેશ ચલાવી રહી છે.ત્યારે કર્ણાટકમાં એક દિવસમાં 12.04 લાખ લોકોને કોરોનાની રસી આપીને દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

કર્ણાટકમાં રાજ્યના આરોગ્ય મંત્રી કે સુધાકરે ગુરુવારે જણાવ્યું હતું કે, કર્ણાટકએ બુધવારે રેકોર્ડ 12.04 લાખ રસીઓ આપી હતી અને પ્રથમ રાજ્યવ્યાપી ‘લસિકા મેળા’ (રસીકરણ મેળા) દરમિયાન એક દિવસની રસીકરણમાં સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. બુધવારે નિર્ધારિત લક્ષ્યાંક 10 લાખ ડોઝ હતો.સુધાકરે કહ્યું કે બુધવારે નિર્ધારિત લક્ષ્યાંક 10 લાખ ડોઝ હતો.’જોકે, નાગરિકોની સ્વૈચ્છિક ભાગીદારી અને આરોગ્ય વિભાગના તમામ સ્ટાફની અસરકારક કામગીરી બદલ આભાર, અમે 12,04,402 ડોઝ પહોંચાડવામાં સફળ રહ્યા.’

મંત્રીએ કહ્યું કે એક જ દિવસમાં રેકોર્ડ ડોઝમાંથી, બેંગલુરુ મ્યુનિસિપલ હદમાં 1,85,488 ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ બેલાગવીમાં 99,973 ડોઝ આપવામાં આવ્યા હતા. “જો કે, નાગરિકોની સ્વૈચ્છિક ભાગીદારી અને આરોગ્ય વિભાગના તમામ સ્ટાફની અસરકારક કામગીરી બદલ આભાર, અમે 12,04,402 ડોઝ પહોંચાડવામાં સફળ રહ્યા.”

ભારતમાં પાંચ રસીઓ મંજૂર કરવામાં આવી છે, તેમાં કોવેકસીન, કોવિશિલ્ડ, સ્પુતનિક વી, મોર્ડેના, જોનસન એન્ડ જોનસનની સિંગલ ડોઝ રસી અને ઝાયડસ કેડિલાની કોવિડ રસી- ZyCoV-D નો સમાવેશ થાય છે. ભારતમાં સૌથી વધુ રસી કોવિશિલ્ડ રસીની આપવામાં આવી રહી છે. આ ઓક્સફોર્ડ એસ્ટ્રાઝેન્કાએ સાથે મળીને બનાવી છે. ભારતમાં તેનું ઉત્પાદન સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે.

ભારત સિવાય વિશ્વના ઘણા દેશોના ઘણા દેશોએ પણ કોવિશિલ્ડને મંજૂરી આપી છે. આમાં ફ્રાન્સ, આર્જેન્ટિના અને સ્વિટ્ઝરલેન્ડ જેવા મોટા દેશોનો પણ સમાવેશ થાય છે. આ સિવાય ભારતે ઘણા દેશોને રસી પૂરી પાડી હતી, જેના માટે WHO એ ટ્વિટ કરીને વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો.