કોરોના સામે માત્ર રસીથી કામ નહીં ચાલે એટલે બુસ્ટર ડોઝની જરૂર પડી શકે છેઃ AIIMS ડાયરેક્ટર
દિલ્હીઃ અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન એટલે કે એઈમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે, નજીકના ભવિષ્યમાં આવનારા કોરોનાના અન્ય વેરિયેન્ટ વચ્ચે દેશમાં બીજી પીઢી માટે કોરોના વિરોધી રસીની સાથે બુસ્ટર ડોઝની જરૂર પડી શકે છે.
તેમણે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, એવુ લાગે છે કે, આપણને રસીના બુસ્ટર ડોઝની જરૂરિયાત પડશે, કારણ કે સમય આગળ વધતાની સાથે ઈમ્યુનિટી ઓછી થાય છે. જેથી બુસ્ટર શોટ લેવો પડી શકે છે. જે વિવિધ ઉભરતા સ્વરૂપોને કવર કરી શકે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બુસ્ટર ડોઝ બીજી પીઢીનું રસીકરણ થશે. અમારી પાસે બીજી પેઢી માટે રસી હશે જે નવા વેરિયેન્ટને કવર કરવા સક્ષમ હશે. બુસ્ટર વેક્સિન શોટ્સનું ટ્રાયલ પ્રથમ તબક્કામાં ચાલી રહ્યું છે. આપને આ વર્ષના અંત સુધી લગભગ બુસ્ટર ડોઝની આવશ્યકતા ઉભી થઈ શકે છે. પરંતુ આવી ત્યારે જ થઈ જશે, જ્યારે તમામ લોકોનું રસીકરણ થઈ જાય.
તેમણે વધુમાં કહ્યું કે, બાળકો માટે ભારત બાયોટેકની રસીનું પરિક્ષણ ચાલી રહ્યું છે અને પરિણામ સપ્ટેમ્બર સુધી આવવાની શકયતા છે. બાળકોને તેમની ઉંમર અનુસાર શ્રેણીમાં અલગ રીતે 3 તબક્કામાં ટ્રાયલ કરવામાં આવશે. પ્રથમ પરિક્ષણ 12-18 વર્ષના વર્ગમાં શરૂ કરાયું છે. હવે 6-12 વર્ષ અને 2-6 વર્ષના બાળકોના વર્ગનું પરિક્ષણ ચાલી રહ્યું છે. ઝાયડસ કેડિલા રસીમાં બાળકોને સામેલ છે અને તેમના પહેલાથી જ છે. કંપનીએ આપાતકાલીન ઉપયોગ માટે પ્રાધિકરણ સમક્ષ આવેદન કર્યું છે. ઝાયડસ કેડિવા 12થી 18 વર્ષના બાળકો માટે ટ્રાયલ પૂર્ણ કરી છે.