- ડબલ્યૂએચઓ એ વધારી ચિંતા
- કોરોનાના નવા પ્રકાર સામે વેક્સિન ઓછી અસરકાર
દિલ્હીઃ-સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીને કારણે લાયકો લોકો એ જીવ ગુમાવ્યા છે,ત્યારે આ સ્થિતિ વચ્ચે વેક્સિન આવવાથી લોકોની ચિંતા ઘટી હતી અને લોકોએ રાહતના શ્વાસ લીધા હતા,જો કે હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ કહ્યું છે કે ભારતમાં મળેલા ડેલ્ટા વેરિએન્ટ સામે કોરોના વાયરસની વેક્સિન ઓછી અસરકારક જોવા મળી રહી છે.બીજી તરફ એક સારી બાબત એ છએ કે મૃત્યુનું જોખમ ઓછું જોવા મળે છે.
વિશ્વ આરોગ્ય સંગઠને કહ્યું કે વેક્સિન ઓછી અસર દેખાડવાનું કારણ મ્યૂટેશનમાં પરિવર્ન છે,જેના કારણે રસીની અસર ઓછી થઈ શકે છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ ભારતમાં મળી આવેલા ડેલ્ટા વેરિઅન્ટના પરિવર્તનના કારણે સર્જાયો છે. વાયરસના હાવિ થવામાં સક્ષમ સ્વરુપોને એક જૈવિક લાભ છે, જે છે મ્યૂટેશન,જેના કારણે આ સ્વરુપ લોકોમાં ખૂબ જલ્દી ફેલાઈ છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ પણ આ વાયરસના આ નવા સ્વરૂપને લઈને ચિંતા વ્યક્ત કરી છે. અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વના 29 દેશોમાં, આ બદલાયેલા સ્વરૂપને કારણે સૌથી વધુ અસર થઈ છે.. વરિષ્ઠ આઇસીએમઆર વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે દેશની ઘણી સંસ્થાઓ કોરોનાના બદલાતા સ્વરૂપ અને તેના જીનોમને ડીકોડ કરવા માટે રાત-દિવસ સંશોધન કરી રહી છે, ભારતમાં હજી સુધી તેમને કોરોનાના આ બદલાયેલા સ્વરૂપ વિશે કોઈ કેસ મળ્યો નથી. ડેલ્ટા વેરિઅન્ટના ઘણા બધા પ્રકારો પણ બન્યા છે.
ડેલ્ટા વેરિએન્ટ તે લોકોને સંક્રમિત કરે છે જેમણે એન્ટી કોવિડ -19 રસીનો અડધો ડોઝ મળ્યો છે જેના કારણે જ તે હાવિ થઈ રહ્યો છે. પબ્લિક હેલ્થ ઇંગ્લેંડના જણાવ્યા પ્રમાણે, જે લોકોને ફાઇઝર રસીના બંને ડોઝ મળ્યા છે, તેઓ 88 ટકા સુધી સુરક્ષિત છે, પરંતુ જેમને ફાઈઝર અથવા એસ્ટ્રાઝેનેકા રસીનો એક જ ડોઝ મળ્યો છે, તે ફક્ત 33.5 ટકા જ સુરક્ષિત રહેશે.