Site icon Revoi.in

બાળકો માટે જલ્દી ઉપલબ્ધ થઈ શકે છે કોરોનાની વેક્સિનઃ- દિલ્હી એઈમ્સમાં આજથી કોવેક્સિનનું પરિક્ષણ શરુ કરાશે

Social Share

દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોનેરોના મહામારીની બીજી લહેર ચાલી રહી છે, ત્યારે હવે અનેક નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે જો દેશમાં ત્રીજી લહેર આવે છે તો તે સૌથી વધુ બાળકોને પ્રભાવિત કરી શકે છે, ત્યારે આ ચિંતા વચ્ચે હવે દિલ્હી એઈમ્સમાં આજથી બાળકો પર કોવેક્સિનનું પરિક્ષણ શરુ કરવામાં આવશે, આ ટ્રાલમાં 2 વર્ષથી લઈને 18 વર્ષના બાળકોને સામેલ કરવામાં આવશે, જેમાં પ્રથમ તબક્કામાં કુલ17 બાળકોનો સમાવેશ કરાશે જો ત્યાર બાદ પરિક્ષણ સફળ સાબિત થાય છે તો બાળકો માટે પણ દેશમાં વેક્સિનેશનની પ્રક્રિયા શરુ કરવામાં આવશે.

એઈમ્સના વહીવટતંત્રના જણઆવ્યા પ્રમાણે સોમવારે સવારે 9 વાગ્યાથી આ પરિક્ષણનો આરંભ કરવામાં આવશે. તેને આઠ અઠવાડિયામાં પૂર્ણ કરવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે. બાળકોની પહેલા પરિક્ષણ માસ્ક્રિનિંગ કરવામાં આવશે, તેઓ સંપૂર્ણ સ્વસ્થ હશે પછી જ તેમને રસી આપવામાં આવશે. આ પરિક્ષણ અનેક તબક્કામાં થશે. પ્રથમ તબક્કામાં 17 બાળકોને આવરી લેવામાં આવશે.

બાળકોને ભારત બાયોટેક અને આઈસીએમઆર તરફથી કોવેક્સિનનો ડોઝ આપવામાં આવશે. આ  પહેલા પણ બિહારની પટણાના એઈમ્સમાં પણ રસીનું બાળકો પર પરિક્ષમ હાથ ઘરવામાં આવી ચૂક્યું છે, અહીં 3 જૂને, રસીનો પ્રથમ ડોઝ ત્રણ બાળકોને અપાયો હતો. નિષ્ણાતોએ બાળકો માટે કોરોનાની ત્રીજી તરંગને વધુ જોખમી ગણાવી છે. આવી સ્થિતિમાં, બાળકોને રસીકરણ  કરીને કોરોના સંક્રમણથી બચાવવામાં ખૂબ મદદરૂપ મળી  શકે છે.

ઉલ્લેખનીય છે કે, 11 મેએ બાળકો પર ક્લિનિકલ ટ્રાયલ માટે ભારત બાયોટેકને ડ્રગ રેગ્યુલેટર ડીસીજીઆઈ પાસેથી મંજૂરી મળી હતી. આ બાદ ગયા અઠવાડિયે એઇમ્સ પટના એ 2 થી 18 વર્ષની વય જૂથનાં બાળકો પર કોવેક્સિનનું પરિક્ષણ કર્યું હતું