Site icon Revoi.in

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ લીધી કોરોના રસી

Social Share

દિલ્હીઃ કોરોના મહામારીને ડામવા માટે ભારત સરકાર દ્વારા રસીકરણ અભિયાન વધારે તેજ બનાવ્યું છે. અત્યાર સુધી રાજકીય આગેવાનો અને ફિલ્મ અભિનેતા સહિતના મહાનુભાવોએ પણ કોરોનાની રસી લીધી છે. દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પણ કોરોનાની રસી લીધી છે. તેમજ રસી લેતો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. આ ઉપરાંત વિરાટ કોહલીએ તમામને કોરોનાની રસી લેવા માટે અપીલ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના મહામારીને પગલે આઈપીએલ હાલ મુલત્વી રાખવામાં આવી છે. દરમિયાન કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા અનેક લોકો મદદ માટે આગળ આવ્યાં હતા. કેપ્ટન વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે, તેણે કોવિડ-19 રસીનો પ્રથમ ડોઝ લીધો છે. આ સાથે વિરાટ કોહલીએ તેના ચાહકોને વિનંતી કરી છે કે જલ્દીથી આ રસી લઇ લે. કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર તેની રસી લેતી એક તસવીર પોસ્ટ શેર કરી છે. વિરાટ કોહલીએ એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું છે કે તમે જલદીથી રસી લઇ લો. સુરક્ષિત રહો. વિરાટ કોહલીની કોરોનાની રસી લેતો ફોટો સોશિયલ મીડિયામાં શેર થઈ રહ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોના વાયરસને નાથવા માટે રસીકરણ અભિયાન તેજ કરવામાં આવ્યું છે. દેશમાં 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને રસી આપવામાં આવી રહી છે. આ અગાઉ કોરોના વોરિયર્સ, સિનિયર સિટીઝન તથા વિવિધ બીમારીથી પીડિત 45 વર્ષથી વધુની ઉંમરના લોકોને રસી આપવામાં આવી હતી.