Site icon Revoi.in

દેશમાં બાળકોને જલ્દી મળશે કોરોનાની વેક્સિનઃ કેન્દ્ર એ ઝાયકોવિડ રસીના એક કરોડ ડોઝ ખરીદવાના આદેશ આપ્યા

Social Share

દિલ્હીઃ- થોડા સમય પહેલા જ અમેરિકામાં 5 થી 11 વર્ષના બાળકો માટે વેક્સિન આપવાની જાહેરાત થઈ હતી ત્યારે હવે ભારતમાં પણ બાળકોને ટૂંક સમયમાં જ વેક્સિન આપવાની કવાયત હાથ ધરવામાં આવી શકે છે,આ માટે કેન્દ્ર સરકારે 12 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોને રસીકરણની મંજૂરી આપી છે.

મળતી માહિતી પ્ર્રમાણે સરકારે અમદાવાદ સ્થિત કંપની ઝાયડસ કેડિલા પાસેથી ત્રણ ડોઝની ર ‘Zycov-D વેક્સિન’ના 10 મિલિયન ડોઝ ખરીદવાનો આદેશ આપ્યો છે. આ સાથે, આ રસી આ મહિને રાષ્ટ્રીય એન્ટી-કોરોનાવાયરસ રસીકરણ અભિયાનમાં સામેલ કરવામાં આવશે. શરૂઆતમાં તે પુખ્ત વયના લોકોને આપવા માટે પ્રાથમિકતા અપાશે.

સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કેન્દ્રએ ઝાયડસ કેડિલાને ઝાયકોવ-ડી રસીના એક કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો છે, જેની કિંમત ટેક્સ સિવાય લગભગ 358 રૂપિયા છે. આ કિંમતમાં ‘જેટ એપ્લીકેટર’ની કિંમત 93 રૂપિયાનો પણ સમાવેશ થાય છે. આની મદદથી જ રસીનો ડોઝ આપવામાં આવશે.

કંપનીના અધિકારીઓએ મંત્રાલયને જણાવ્યું કે ઝાયડસ કેડિલા દર મહિને ઝાયકોવિડના 10 મિલિયન ડોઝ પ્રદાન કરવાની સ્થિતિમાં છે. 28 દિવસના અંતરાલમાં ત્રણ ડોઝ આપવાના છે. દેશમાં વિકસિત આ વિશ્વની પ્રથમ રસી છે, જે ડીએનએ આધારિત અને સોય વિનાની છે.