- સમગ્ર દેશમાં કોરોનાની વેક્સિન મફ્ત અપાશે
- કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધનનું નિવેદન
દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોવા વેક્સિનને લઈને આતુરતાથી રાહ જોવાઈ રહી છે, વિતેલા વર્ષ દરમિયાન કોરોના મહામારીમાં લોકો જીવન પસાર કરી રહ્યા હતા ,ત્યાર બાદ હવે કોરોના સંક્રમિતની રફ્તાર ઘીમી થતી જોવા મળી રહી છે,ત્યારે દેશમાં વેક્સિન આપવાને લઈને કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધનને અક જાહેર નિવેદન રજુ કર્યું છે
ભારતમાં આજ રોજ 2જી જાન્યુઆરીથી કોરોના રસીનો ડ્રાય રન શરૂ થયો છે. દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.હર્ષ વર્ધન દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું કે કોરોના વેક્સિન માત્ર દિલ્હીમાં જ નહીં, પરંતુ આખા દેશમાં દરેક ભારતીયને મફત આપવામાં આવશે. આ માટે કોઈ પાસેથી કોઈ ફી લેવામાં આવશે નહીં.
મળતી માહિતી મુજબ, કેન્દ્રિય આરોગ્ય મંત્રી ડો.હર્ષવર્ધન કોરોના વેક્સિનના ડ્રાય રનનો સ્ટોક લેવા દિલ્હીની જીટીબી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. આ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે, ‘કોરોના વેક્સિન માત્ર દિલ્હી જ નહીં પરંતુ દેશભરના દરેક ભારતીયને મફ્તમાં જ આપવામાં આવશે. હું લોકોને અપીલ કરું છું કે અફવાઓ પર ધ્યાન ન આપશો.
સાહિન-