- વેક્સિન પર લાગશે 5 ટકા જીએસટી
- ખાનગી હોસ્પિટલ માટે વેક્સિનના ભાવ નક્કી
દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર દરમિયાન વેક્સિનેશનની પ્રકિરિયાને વેગ આપવામાં આવ્યો છે, ત્યારે હવે સરકાર દ્રારા વેક્સિનને લઈને અનેક મહત્વનના નિર્ણયો ણલેવાયો છે જે અંતર્ગત કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે હાલમાં જ વેક્સિન ઉત્પાદકો દ્વારા જાહેર કરાયેલા ભાવોના આધારે ખાનગી હોસ્પિટલોમાં હવે વેક્સિનના કેટલા ભાવ હશે તે નક્કી કર્યું છે.
સરકારે નક્કી કરેલા ભાવ પ્રમાણે કોવિશિલ્ડ માટે 780 રૂપિયા, કોવેક્સિન માટે 1,410 રૂપિયા અને સ્પુતનિક-વી માટે 1,145 રૂપિયા ફી નિર્ધારિત કરવામાં આવી છે. તો બીજી તરફ કોરોનાની વેક્સિન પર 5 ટકા જીએસટી ચૂકવવો પડશે. આ સાથે, તમામ રસી ઉપર ડોઝ દીઠ 150 રૂપિયા સેવા ચાર્જ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.
પીએમ મોદીએ તમામા રાજ્યોમાં મફ્તમાં વેક્સિન આપવાનું એલાન કર્યાના આગલા દિવસે જ કેન્દ્ર સરકાર વેક્સિનની ઉપલબ્ધા માટે કટીબદ્ધ બની છે,સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારના રોજ74 કરોડ વેક્સિનનો આર્ડર આપ્યો છે,જેમાં 25 કરોડ કોવિડશિલ્ડ 19 કરોડ કોવેક્સિનનો સમાવેશ થાય છે.આ ઉપરાંત સરકારની બાયલોજીકલ ઇ લિમિટેડના ડોઝની 30 કરોડ ડોઝી ખરીદીના પણ આદેશ આપવામાં આવ્યા છે, જે સપ્ટેમ્બર સુધી ઉપલબ્ધ રહેશે. સરકારે કંપનીઓ ઓર્ડરની 30 ટકા એન્ડવાન્સમાં ચૂકવી છે.
આ સમગ્ર મામલે ડોક્ટર વી કે, પોલ દ્રારા જણાવાયું છે કે,ખાનગી ક્ષેત્રો માટે વેક્સિનની કિંનતો કંપનીના ઉત્પાદકો દ્રારા નક્કી કરવામાં આવશે, તે સાથે જ રાજ્યના ખાનગી ક્ષેત્રો દ્રારા કુલ માંગની દેખરેખ કરશે. જેથી તેઓ જોઈ શકે કે તેમના પાસે સુવિધાનું કેટલું નેટવર્ક છે, અને તેઓને કેટા ડોઝની જરુર છે.
ડોક્ટર વીકે પોલે એમ પણ જણાવ્યું છે કે, કંપની બાયલોજિકિકલ ઇ લિમિટેડ દ્વારા તેની વેક્સિન કોર્બેવેક્સની કિંમતની જાહેરાત કરવાની રાહ જોવી જોઈએ . તે નવી નીતિઓ હેઠળની કંપનીની સાથે અમારી વાતચીત પર નિર્ભર છે.