Site icon Revoi.in

સીરમ સંસ્થાએ કહ્યું, ખાનગી હોસ્પિટલો અને કંપનીઓને માર્ચ સુધી મળશે કોરોના વેક્સિન

Social Share

દિલ્હીઃ-સરકારે પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોરોના વેકસીન કોવિશિલ્ડને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયથી અનેક લોકો ખુશ થયા છે, જેમણે થમાત્ર આરોગ્ય કર્મચારીઓ જ નહી પરંતુ ખાનગી કંપનીઓને પણ ખુશ કરી છે. બીજી તરફ, સીઆઈઆઈના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર આદર પૂનાવાલાએ રવિવારે કહ્યું હતું કે સરકારના 50-60 મિલિયન ડોઝનો પ્રથમ હપ્તો પૂરો કર્યા પછી, અમે માર્ચ સુધીમાં ખાનગી હોસ્પિટલો, કંપનીઓ અને ખાનગી લોકોને કોવિશિલ્ડ આપી શકીએ છીએ. .

પૂનાવાલાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ સીરમની વેક્સિનને ‘ઈમરજન્સીના ઉપયોગમાં પ્રતિબંધિત ઉપયોગની મંજૂરી આપી હતી. કંપની શરૂઆતમાં આ વેક્સિન શરુઆતમાં માત્ર સરકારને આપશે અને ખાનગી બજારમાં વેચશે નહીં. હાલ આ વેક્સિનને નિકાસ કરવાની મંજૂરી  આપવામાં આવી નથી.

આ વેક્સિન અંગે આત્મવિશ્વાસ વધારવા માટે, પૂનાવાલાનું કહેવું છે કે,ઔપચારિક મંજૂરી મળ્યા બાદ આ અઠવાડિયે તે પોતે જ શોટ લેવાની યોજના કરી રહ્યા  છે. તેમણે કહ્યું હતું કે સરકાર માટે આશરે 100 કરોડ ડોઝ  દીઠ 200 રૂપિયા કિમંત છે. ખાનગી બજારમાં તેની કિંમત આશરે 1000 રૂપિયા હશે. પૂનાવાલાએ કહ્યું, ‘અમે અપેક્ષા રાખીએ છીએ કે ઓર્ડર પછી સાતથી 10 દિવસમાં ડિલિવરી શરૂ થઈ જશે. સરકારે સંકેત આપ્યો છે કે તેઓને મહિનામાં 50-60 મિલિયન ડોઝ અથવા અઠવાડિયામાં 10-15 મિલિયન ડોઝની જરૂર પડશે.

સાહિન-