- અગાઉ વેરિએન્ટના બે કેસ મળ્યાં હતા
- વડોદરા અને સુરતમાં મળ્યાં હતા કેસ
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર શાંત પડી છે અને હવે જનજીવન ફરીથી પાટે ચડી રહ્યું છે. ત્યારે હવે સમગ્ર દેશમાં કોરોનાના ખતરનાક ડેલ્ટા પ્લસ વેરિઅન્યના કેસ સામે આવી રહ્યાં છે. ગુજરાતમાં પણ સુરત અને વડોદરામાં બે દર્દીઓમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના લક્ષણો જોવા મળ્યાં હતા. જામનગરમાં પણ એક વૃદ્ધામાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના લક્ષ્ણો જોવા મળતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરના હિંમતનગર વિસ્તારમાં રહેતા 60 વર્ષીય વૃદ્ધાને કોરોનાનો થયો હતો. આ પછી તેમને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખડેસવામાં આવ્યાં હતા. જેમાં કોરોનાની સારવાર કરી રહેલા તબીબોએ મહિલા વૃદ્ધાના જીનોસિસ ના સેમ્પલ લીધા હતા અને આઇસીએમઆર માન્ય લેબમાં સેમ્પલને તપાસ માટે મોકલાયા હતા. જેમાં વૃદ્ધાને ડેલ્ટા પ્લસ વાયરસ ના લક્ષણો જોવા મળ્યા હતા. આ મહિલાના સંપર્કમાં આવેલા 9 લોકોને આરોગ્ય વિભાગના ઓબ્ઝર્વેશન હેઠળ મૂકવામાં આવ્યા છે.
સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં એપ્રિલ માસ દરમિયાન સુરત ખાતે અને ત્યારબાદ વડોદરા ખાતે ડેલ્ટા પ્લસનો કેસ જોવા મળ્યો હતો. જોકે, ગુજરાતમાં રહેલા ડેલ્ટા પ્લસના દર્દીઓ ને યોગ્ય સારવાર આપ્યા બાદ તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા અને સાથો સાથ આરોગ્ય વિભાગે આ બંને દર્દીની સર્પકમાં આવેલ 17 લોકો નું જીનોસિસની તપાસ કરી હતી. જો કે, તેમના શરીરમાં ડેલ્ટા પલ્સ નાલક્ષણો જોવા ન મળ્યાં ન હતા.