Site icon Revoi.in

કોરોના વાયરસ મહામારી : UAE એ ભારતથી આવનારી પેસેંજર ફ્લાઈટ પરનો પ્રતિબંધ 30 જૂન સુધી લંબાવ્યો

Social Share

દિલ્લી: UAEની સરકાર દ્વારા કોરોના વાયરસને લઈને મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. UAE દ્વારા કેટલાક દેશોની ફ્લાઈટ પર લગાવવામાં આવેલો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો તો હજુ કેટલાક દેશો પર પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે. આ યાદીમાં ભારત પણ સામેલ છે અને UAE એ ભારતથી આવનારી પેસેન્જર ફ્લાઈટ પર 30 જૂન સુધી પ્રતિબંધની જાહેરાત કરી છે.

ભારતમાં કોરોનાવાયરસની બીજી લહેરના કારણે 25 એપ્રિલના રોજ UAEની સરકાર દ્વારા ભારતથી આવતી પેસેન્જર ફ્લાઈટ પર પ્રતિબંધ લગાવ્યો હતો અને હવે તેને 30 જૂન સુધી લંબાવવામાં આવ્યો છે. આ પ્રતિબંધ પહેલા 14 જૂન સુધી હતો.

સાઉદીની સરકાર દ્વારા 11 દેશોના નાગરિકો પરથી અથવા 11 દેશોની ફ્લાઈટ પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. અને આ વાતની જાણકારી સાઉદીની સરકારની સમાચા એજન્સી દ્વારા આપવામાં આવી છે.

કોરોના વાયરસના કારણે દુનિયાના કેટલાક દેશોએ અન્ય દેશોની ફ્લાઈટ પર પ્રતિબંધ મુક્યો છે અને હજુ પણ યુએઈની સરકાર દ્વારા ભારત, પાકિસ્તાન, ઈન્ડોનેશિયા જેવા દેશો પર પ્રતિબંધને યથાવત રાખવામાં આવ્યો છે.

યુએઈ દ્વારા ભલે અન્ય દેશો પરની ફ્લાઈટ પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હોય પરંતુ તે પણ જાહેરાત કરવામાં આવી છે કે કોઈ પણ દેશના નાગરિકે યુએઈમાં આવતાની સાથે જ ક્વોરન્ટાઈન થવું પડશે, અને તે પણ પોતાના સ્વખર્ચે. જ્યાં સુધી આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ આવશે નહી ત્યાં સુધી ક્વોરન્ટાઈનમાં રહેવું પડશે.