- કોરોનાની ઉત્પતિ ચીનમાંથી જ થઈ હતી
- વૈજ્ઞાનિકોનો સનસનીખેજ દાવો
દિલ્હીઃ-છેવટે કોરોના વાયરસ ક્યાંથી આવ્યો, તે મનુષ્ય દ્વારા બનાવવામાં આવ્યો હતો કે તે કોઈ કુદરતી આપત્તિ છે. આ પ્રશ્ન વારંવાર વિશ્વભરના વૈજ્ઞાનિકો અને નેતાઓના મનમાં ઉત્પન્ન થી રહ્યો છે. પરંતુ હવે એક સનસનાટીભર્યા દાવો કરવામાં આવ્યો છે કે આ કોરોના કુદરતી રીતે વિકસિત નથી થયો પણ તેનો વિકાસ વુહાન લેબમાં થયો છે. જો કે, ચીન પર પહેલાથી જ પ્રશ્નો ઉભા થયા છે કે આ વાયરસ વુહાન લેબમાંથી જ ઉત્પન્ન થયો છે.
સમગ્ર દેશમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે, વિતેલા વર્ષ દરમિયાનથી વિશ્વ આખું કોરોના સામે લડત લડી રહ્યું છે, ઉલ્લેખનીય છે કે,ચીનના વુહાનથી સમગ્ર દુનિયામાં ફેલાયેલા અને ભારત જેવા દેશોમાં તબાહી સર્જનાર કોરોના વાયરસ ચીનના વુહાન ઈન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજીની લેબોરેટરીમાં જ તૈયાર થયો હોવાનો ઘટસ્ફઓટ થયો છે.
આ સમગ્ર મામલે વૈજ્ઞાનિકો દ્રારા એવો દાવો કરવામાં આવ્યો છે કે, ચીનના વૈજ્ઞાનિકોએ વુહાન ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજીમાં કોરોના વાયરસ તૈયાર કર્યો હતો. આ સાથે જ એક નવા અભ્યાસમાં આ આ મામલે દાવો કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ચીની વૈજ્ઞાનિકોએ વાયરસ તૈયાર કર્યા બાદ આ વાયરસને રિવર્સ એન્જિનિયરિંગ વર્ઝનથી બદલવાનો પણ પ્રયત્ન કર્યો હતો.
આ અભ્યાસ બ્રિટિશ પ્રોફેસર એંગસ ડાગલેશ અને નોર્વેના વૈજ્ઞાનિક ડો.બિર્ગર સોરેનસેન દ્વારા કરવામાં આવ્યો છે, જેમણે એચ.આય.વી રસી પર સફળ કામ કર્યું છે. જ્યારે બંને રસી બનાવવા માટે કોરોનાના નમૂનાઓનો અભ્યાસ કરી રહ્યા હતા, ત્યારે તેમને વાયરસમાં એક અનોખી ફિંગરપ્રિન્ટ મળી હતી.
તે સમયે તેમણે કહ્યું હતું કે લેબમાં ચેડા કર્યા વિના આવું થઈ શકે નહીં. તેમણે કહ્યું કે જ્યારે તેઓ પોતાના અભ્યાસના તારણોને જર્નલમાં પ્રકાશિત કરવા માંગતા હતા, ત્યારે ઘણા મોટા વૈજ્ઞઆનિક જર્નોલોએ તેને નકારી કાઢ્યો હતો, કારણ કે તે સમયે કોરોના વાયરસ પ્રાકૃતિક રીતે બેટ અથવા પ્રાણીઓથી મનુષ્યમાં આવ્યો હોય તેવું લાગતું હતું.
એટલું જ નહીં, અજોડ ફિંગરપ્રિન્ટનો ઉલ્લેખ સામે આવ્યા બાદ તેને નકલી સમાચારો તરીકે ફગાવી દીધો હતો. પરંતુ કોરોનાના એક વર્ષ પછી પણ, આ અવાજ જોરથી શરૂ થયો કે કોરોના વાયરસ ક્યાંથી આવ્યો, તે ખરેખર લેબમાં બનાવવામાં આવ્યો હતો. તાજેતરમાં યુએસ રાષ્ટ્રપતિએ પણ આ સંબંધમાં ગુપ્તચર એજન્સીઓ પાસેથી 90 દિવસની અંદર રિપોર્ટ માંગ્યો છે.