યુવાઓ માટે કોરોના વાયરસ જોખમી સાબિત થયો, મૃત્યુ પામનારાઓમાં સૌથી વધુ 50થી ઓછી ઉંમરના લોકોનો સમાવેશ, એઈમ્સનો સર્વે
- યુવાનો માટે કોરોના જોખમી સાબિત થયો
- મરનારાઓમાં સૌથી વધુ 50થી ઓછી ઉંમરના લોકો
દિલ્હીઃ- સમગ્રે દશમાં કોરોના મહામારીએ કહેર વર્તાવ્યો હતો, જેમાં અનેક કોરોનાના દર્દીઓના મોત થાય છે, ત્યારે હવે આ બાબતે ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દ્વારા એક વર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં કેટલીક ચોંકાવનારી બાબતો સામે આવી છે.જે પ્રમાણે કોરોનાએ સૌથી વધુ નુકશાન યુવાઓને પહોંચાડ્યું છે, અર્થાત મૃત્યુ પામનારા સૌથી વધુ લોકોની ઉંમર 50થી નીચે જોવા મળી છે.
ઈન્ડિયન જર્નલ ક્રિટિકલ કેર મેડિસિનમાં પ્રકાશિતથયેલા અને એઈમ્સ દ્વારા કરવામાં આવેલા એક ખાસ પ્રકારના સર્વેમાં જણાવવાયું છે કે, કોરોનામાં જેટલા પણ લોકોએ જીવ ગુમાવ્યો છે, તે મરનારાઓ લોકોમાં નાની ઉંમરના લોકોનો સૌથી વધુ સમાવેશ થાય છે, કોરોનાએ વૃદ્ધો કરતા પણ વધુ 50થી ઓછી વય ધરાવતા લોકોનો ભોગ લીધો છે,65 વર્ષથી મોટી વયના લોકોની સંખ્યા ઓછી જોવા મળી છે.
કોરોનાના મોત બાબતે આ સર્વે એઈમ્સના ડાયરેક્ટર ડોકટર રણદીપ ગુલેરિયા, એઈમ્સ ટ્રોમા સેન્ટરના વડા ડોકટર રાજેશ મલ્હોત્રા ઉપરાંત અન્ય ઘણા તબીબોએ સહયોગ આપ્યો છે.એઈમ્સ દ્વારા કરવામાં આવેલા આ સર્વેમાં 4 એપ્રિલથીલઈને 24 જુલાઈ, 2020 સુધીમાં જે લોકો કોરોનામાં મૃત્યુ પામ્યા છે તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસ ભારતના વિવિધ કોવિડ સેન્ટરોમાં મૃત્યુ દર જાણવા માટે કરાયો છે.
આ નક્કી કરેલા સમય પ્રમાણે આ સમયગાળામાં કુલ 654 વૃદ્ધ દર્દીઓ આઈસીયુમાં દાખલ થયા હતા. જેમાંથી 247 લોકોએ કોરોનામાં જીવ ગુમાવ્યા હતા,આ સાથે જ લગભગ 37.7 ટકા લોકો સાજા થઈ ગયા હતા. આ સર્વેને ચોક્કસ ઉંમર પ્રમાણે ઘણા ભાગોમાં વહેંચવામાં આવ્યા હતા. 18 થી 50 વર્ષ, 51 થી 60 વર્ષ અને 65 વર્ષથી ઉપરની વયના સમૂહમાં વહેંચાયો હતો.સર્વેના પરિણામે જાણવા મળ્યું કે, મરનારાઓમાં સૌથી વધુ 50થી ઓછી વયના લોકોનો સમાનેશ થાય છે