Site icon Revoi.in

કોરોના વાયરસ : VHPએ રાજકોટમાં રામનવમીની  શોભાયાત્રા રદ કરી 

Social Share

અમદાવાદઃ રાજકોટ સહીત દેશભરમાં કોરોનાએ રાક્ષસી સ્વરૂપ ધારણ કર્યું છે. દરરોજ કોરોનાના  600 થી વધુ પોઝિટિવ કેસ નોંધાય રહ્યાં છે. આ સાથે મૃત્યુઆંકમાં પણ વધારો જોવા મળે છે. અને દરરોજ 60 થી વધુ દર્દીના કોરોનાથી મોત નિપજે  છે. જેથી તંત્રમાં ખળભળાટ મચી જવા પામી છે.ત્યારે રાજકોટમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામનવમીના દિવસે યોજાનાર શોભાયાત્રા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ લોકોને ઘરે ઘરે દીપ પ્રાગટ્ય કરવાની અપીલ કરી છે.આમ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દર વર્ષે રામનવમીના દિવસે શોભાયાત્રા કાઢવામાં આવે છે. પરતું આ ચાલુ વર્ષે કોરોનાના વધતા સંક્રમણને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાતમાં કોરોના મહામારીને પગલે છેલ્લા એક વર્ષના સમયગાળા દરમિયાન નવરાત્રિ, દિવાળી સહિતના તહેવારોને અસર પડી હતી. તેમજ મોટાભાગના ધાર્મિક સ્થળો પણ લોકડાઉનમાં બંધ કરાયાં હતા. હાલ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ફરી વળી છે. જેથી કોરોના વાયરસના પોઝિટિવ કેસ મોટી સંખ્યામાં સામે આવી રહ્યાં છે. જેથી અનેક મંદિરો ભક્તોના દર્શન માટે બંધ રાખવામાં આવ્યાં છે. બીજી તરફ આવતીકાલે રામનવમી છે. ત્યારે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ઘરમાં જ બેસીને ભગવાન શ્રીરામની પૂજા અર્ચના કરવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટમાં વર્ષોથી યોજાતી શોભાયાત્રા પણ મોકુફ રાખવાનો વિશ્વ હિન્દુ પરિષદે નિર્ણય કર્યો છે.