- કોરોના વાયરસ ચીનમાંથી આવ્યો હતો
- ચીનની લેબમાં વાયરસનું ઉત્પાદન થયુ હતું
- ડરના કારણેચીની વૈજ્ઞાનિક અમેરીકા ભાગી ગઈ હતી
- લી મેન્ગ યાન નામની વૈજ્ઞાનિકે આ બાબતે પુરાવાનો રિપોર્ટ રજુ કર્યો
- અન્ય રિસર્ચકર્તા આ પુરાવા બાબતે તેની સાથે આવ્યા
કોરોના વાયરને લઈને સમગ્ર દેશમાં હાહાકાર મચ્યો છે, ઉલ્લેખનીય છે કે, ચીનના વૂહાન શહેરમાંથી આ વાયરસની ઉત્પતિ થઈ હતી ત્યાથી લઈને આ વાયરસએ વિશ્વના ખૂણા-ખૂણામાં ફેલાવવાનું શરુ કર્યું હતુ, વિશ્વસ્તરે આ બાબતે ચીનની ઘણી અવગણના કરવામાં આવી હતી, કેટલાક દેશોનું તો એમ પણ કહેવું છે કે, ચીન એ આ વાયરસ ચીનની લેબમાં જાતે જ બનાવ્યો છે. ત્યારે હવે કોરોનાના 9 મહિના જેટલા સમય બાદ એક વૈજ્ઞાનિકે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
ચીનમાંથી ભયભીત થઈને ભાગેલી વૈજ્ઞાનિકે દાવો કર્યો હતો કે, કોરોના વાયરસ ચીનની એક લેબમાં તૈયાર થયો હતો. હવે તે વૈજ્ઞાનિકે ત્રણ વધુ સંશોધનકારો સાથે મળીને આ બાબતના પુરાવા રજૂ કર્યો છે. ડોક્ટર લી મેન્ગ યાન નામની વૈજ્ઞાનિક એ આ પહેલા એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે તેની પાસે આ બાબતના પુરાવા છે. જો કે, ચીની સરકારે સતત આ વાતને નકારતી આવી છે.
હોંગકોંગ યુનિવર્સિટીમાં કાર્ય કરતા સમય દરમિયાન લી મેન્ગ યાન કોરોના પર સંશોધન કરનારી પ્રારંભિક વૈજ્ઞાનિકોમાંના એક રહ્યા છે. તેમણે વાયરસ સાથે સંકળાયેલા પુરાવાને ઓપન એક્સેસ રીપોઝીટરી વેબસાઇટ ઝેનોડો પર પ્રકાશિત કર્યા છે. આ પુરાવા પર તેમણે વધુ ત્રણ સંશોધનકારો સાથે મળીને કામ કર્યું છે.
લી મેન્ગ યાને આ પહેલા પણ કહ્યું હતું કે, કોરોના વાયરસને લેબમાં બનાવવામાં આવ્યો છે, તેને સમજવા માટે વૈજ્ઞાનિક હોવું જરૂર નથી. જીનોમની કોરોના વાયરસના અસામાન્ય ફિચરથી ભાળ મળી જાય છે કે,આ વાયરસને પ્રયોગશાળામાં બનાવવામાં આવ્યો છે, એવું નથી કે તે કુદરતી રીતે માણસોમાં આવ્યો છે,અને ફેલાયો છે,
લી મેન્ગ યાને કહ્યું છે કે, લોકોએ વાયરસના કુદરતી રીતે ફેલાવાના સિદ્ધાંતનો સ્વીકાર કરી લીધો છે, પરંતુ આ સિદ્ધાંત માટે પૂરતા પુરાવા નથી. બીજી થિયરી એ છે કે વાયરસ ચીનની લેબમાંથી બહાર આવ્યો છે. વૈજ્ઞાનિકોનું આ બાબતે કહેવું છે કે, કોરોના વાયરસના જૈવિક ગુણધર્મો કુદરતી રીતે થતા વાયરસ જેવા જોવા મળતા નથી.
વધુમાં આ બાબતે લિ મેન્ગ યાને અહેવાલમાં જીનોમિક, સ્ટ્રક્ચરલ,મેડિકલ, લિટરેચરના આધારે પુરાવા રજૂ કર્યા છે. તેમણે કહ્યું છે કે, જો આપણે આ બધી બાબતોને સાથે મળીને જોઈએ તો તે મૂળ સિદ્ધાંતનો વિરોધાભાસ કરશે કે વાયરસ પ્રકૃતિમાં માણસોમાંથી આવ્યો છે.
લી મેન્ગ યાન વધુમાં રિપોર્ટમાં કહે છે કે,આ પુરાવા સૂચવે છે કે,બેટ કોરોના વાયરસ ઝેડસી 45 અથવા ઝેડએક્સસી 21 ના ટેમ્પલેટ પર આ વાયરસને લેબમાં તૈયાર કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ પ્રાકરના વાયરસ લગભગ 6 મહિનામાં લેબમાં તૈયાર થઈ શકે છે. વૈજ્ઞાનિકએ વધુમાં કહ્યું છે કે તેમનો રિપોર્ટ એ માંગ કરે છે કે, આ સંબંધિત લેબની સમગ્ર રીતે અને સ્વતંત્ર રીતે તપાસ હાથ ધરવામાં આવે.
સાહીન-