- દિલ્હીમાં કોરોનાનું વધી રહ્યું છે સંક્રમણ
- સીએમ કેજરીવાલની પત્ની કોરોનાગ્રસ્ત
- મુખ્યમંત્રી પણ થયા ક્વોરન્ટાઇન
દિલ્હીઃ કોરોના સંક્રમણની ગતિ હવે તીવ્ર બની છે. રાષ્ટ્રીય રાજધાનીમાંથી દરરોજ રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યા છે. કોરોનાના વધતા જતા કેસો વચ્ચે દિલ્હીમાં આજથી એક અઠવાડિયા સુધીનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. લોકડાઉન મંગળવારે રાત્રે 10 વાગ્યાથી લાગુ થશે,જે 26 એપ્રિલ સુધી જારી રહેશે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની કોરોના પોઝિટિવ છે. સુનીતા કેજરીવાલે ખુદ પોતાને હોમ આઇસોલેશન કરી દીધી છે. કેજરીવાલે પોતાની પત્નીના કોરોના વાયરસ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ખુદને કવોરેટાઈન કરી લીધા છે.
નોંધનીય છે કે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસોમાં સતત વધારો થતો જોવા મળે છે. છેલ્લા 24 કલાકમાં રાજધાનીમાં 23 હજાર 686 નવા કેસ નોંધાયા છે. જો મોતના આંકડા વિશેની વાત કરીએ તો આજે 240 લોકોનાં કોરોનાને કારણે મોત થયાં છે. છેલ્લા 24 કલાકમાં પોઝીટીવિટી દર 26 ટકાની નજીક રહ્યો છે. રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા લગભગ 77 હજાર જેટલી થઇ ગઈ છે,જે અત્યાર સુધીની સૌથી વધુ છે.