Site icon Revoi.in

બિહારમાં કોરોનનો રાફળો ફાટ્યોઃ નાલંદા હોસ્પિટલમાં 84 ડોક્ટોરો એક સાથે કોરોના સંક્રમિત

Social Share

 

પટનાઃ- દેશ ફરી એક વખત કોરોનાથી ભયાનક ઝપેટમાં આવ્યો છે કોરોનાની ત્રીજી લહેરનો આરંભ થઈ ચૂક્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે દેશના જૂદા જૂદા રાજ્યોમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન અને દૈનિક કોરોનાના કેસોમાં મોટો વધારો નોંધાય રહ્યો છે.જેમાં બિહાર રાજ્ય પણ પાછળ નથી. કારણ કે બિહારમાં કોરોનાનો રાફળો ફાટ્યો છે.અહીં દર્દીઓની સારવાર કરતા ડ઼ોક્ટરો જ હવે કોરોનાનો શિકાર થયા છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે પટનાની નાલંદા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક સાથે 84 ડોક્ટરો સંક્રમિત મળી આવ્યા છે જેને લઈને તંત્રની ચિંતામાં વધારો થયો છે. એકસાથે મળી આવેલા સંક્રમિત ડોકટરોની વધુ સંખ્યાને કારણે નાલંદા મેડિકલ કોલેજ હોસ્પિટલ સહિત સમગ્ર રાજધાનીમાં ખળભળાટ મચી જવા પામ્યો  છે.ફરી એક વખત કોરોનાથી ડોક્ટરો પણ સંક્રમિત થી રહ્યા છે જે કોરોનાની બીજી લહેરમાં જોવા મળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે  મેડિકલ કોલેજમાંથી 194 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં એકસાથે આટલા ડોક્ટરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેનાથી આશંકા ઉભી થઈ છે કે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ, સ્ટાફ અને આસપાસના વિસ્તારમાં કોરોના ફાટી નીકળ્યો છે અને ઘણા લોકો તેનાથી પ્રભાવિત થઈ શકે છે.

હવે હોસ્પિટલ મેનેજમેન્ટ સામે સૌથી મોટો પડકાર એ છે કે જે ડોકટરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તેઓ ફરજ પર હતા અને મેડિકલ સ્ટાફ તેમજ દર્દીઓના સંપર્કમાં હતા. આવી સ્થિતિમાં દર્દીઓ અને તેમના પરિવારજનોને ઓળખીને તપાસ કરવી મોટૂં પડકારજનક કામ છે,જો કે ડોકટરોમાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળ્યા છે. તેમના માટે હોસ્પિટલ કેમ્પસમાં જ ક્વોરેન્ટાઈનમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ સાથે જ વિતેલા દિવસને રવિવારે બિહારમાં કુલ 352 નવા કેસ સામે આવ્યા છે. પટનામાં સૌથી વધુ 142 કેસ છે, જ્યારે ગયામાં અત્યાર સુધીમાં 12 કેસ નોંધાયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ હવે ઘટીને 98.19 પર આવી ગયો છે. આ સાથે જ બિહાર સરકારે સંસક્મણ વધતા જોખમને લઈને એલર્ટ કર્યું છે.