- હવે રાષ્ટ્રીય યાદીમાં કોરનરી સ્ટેન્ટનો સમાવેશ
- જરુરિયાતની દવાઓમાં થશે સામેલ, રાહતદરે મળશે
દિલ્હીઃ- દેશભરમાં જરુરિયાત વાળી દવાઓને રાહતદરે આપવાની યાદીમાં રાખવામાં આવે છે આ સાથે જ આવી દવાઓની એક સુચી પણ તૈયાર કરાવામાં આવે છે ત્યારે હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ‘આવશ્યક દવાઓની રાષ્ટ્રીય યાદી-2022’માં કોરોનરી સ્ટેન્ટનો પણ સમાવેશ કર્યો છે. આ એક પગલું છે જે આ જીવનરક્ષક તબીબી ઉપકરણોને વધુ સસ્તું બનાવવામાં મદદ કરશે.હ્દયરોગના હુમલામાં મૂકવામાં આવતુ આ સ્ટેન્ટ હવે રાહત દરે મળવી શકાશે ઉલ્લેખનીય છએ કે દેશમાં આ રોગના કિસ્સાઓ ઘણા બનતા હોય છએ ત્યારે હવે આ સ્ટચેન્ટ રાહત દરે અપાતા મોંધા ખર્ચને ટાળી શકાશે.
એસએનસીએમની બેઠકની મિનિટ્સ મુજબ વાઇસ ચેરમેન ડો.વાય. ના. ગુપ્તાએ જણાવ્યું હતું કે, કોરોનરી સ્ટેન્ટનો અગાઉ પણ નિષ્ણાત સમિતિની ભલામણોના આધારે સૂચના દ્વારા NLEM-2015માં સમાવેશ કરવામાં આવ્યો હતો. જો કે યુત્જ્યાંરોએ આપેલી જાણકારી અનુસાર સુધી આ રોગની દવાઓનો સંબંધ છે ત્યાં સુધી, SNCMએ NLEM-2022 પર તેનો અહેવાલ સુપરત કર્યો છે અને સરકારે તેનો સ્વીકાર કર્યો છે.
રાષ્ટ્રીય યાદીઓ આ સ્ટેન્ટનો સમાવેશ અનેક નિષ્કર્ષ બાદ કરવામાં આવ્યો છે આ માટે સ્ટેન્ટની સમીક્ષા કરવા નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી હતી. જેની ભલામણોના આધારે તેને આવશ્યક દવાઓની રાષ્ટ્રીય સૂચિમાં સામેલ કરવામાં આવી છે. હવે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી કોરોનરી સ્ટેન્ટની કિંમત નક્કી કરશે.
નેશનલ કમિટી ઓન મેડિસિનએ 6 નવેમ્બરના રોજ ‘આવશ્યક દવાઓની રાષ્ટ્રીય યાદી (NLEM)-2022’માં બે કેટેગરીમાં બેર મેટલ સ્ટેન્ટ્સ અને ડ્રગ ઇલ્યુટિંગ સ્ટેન્ટ્સમાંથી કોઈ એકમાં કોરોનરી સ્ટેન્ટનો સમાવેશ કરવાની મંજૂરી આપી દીધી હતી.