- છેલ્લા 24 કલાકમાં 8,084 કેસ સામે આવ્યા
- સક્રિય કેસોમાં પણ વધારો નોંધાયો
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે દેશમાં નોંધાતા દૈનિક કેસોની સંખ્યા દિવસેને દિવસે વધતી જોવા મળી રહી છે,જો વાત કરવામાં આવે છેલ્લા 24 કલાકની તો આ સમયગાળા 8 હજાર 84 નવા કોરોના કેસ નોંધાયા છે.
જો કોરોનાથી સાજા થયેલા દર વિશે વાત કરીએ તો બીજી તરફ સાજાથવાનો દર 98.68 ટકા જોવા મળી રહ્યો છે. દૈનિક હકારાત્મકતા દર 3.24 ટકા પર પહોચ્યો છે
આ સાથે જ સાપ્તાહિક હકારાત્મકતા દર 2.21 ટકા જોઈ શકાય છે. છેલ્લા 24 કલાકમાં 4 હજાર 592 લોકોએ કોરોનાને માત આપી છે અને કોરોનાથી સાજા થયા છે.છેલ્લા 24 કલાકમાં દેશમાં સક્રિય કેસોમાં 3,482 નો વધારો થયો છે. આ વધીને કુલ 47,995 થઈ ગયા છે.
જો રાજધાની દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં રવિવારે કોરોના વાયરસના ચેપના 735 નવા કેસ નોંધાયા હતા જ્યારે ત્રણ દર્દીઓના મોત થયા હતા.આ સાથે જ સંક્રમણ દર વધીને 4.35 ટકા થયો છે.મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ચેપના 2,946 નવા કેસ નોંધાયા પછી, ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 79,10,577 થઈ ગઈ છે. રાજ્યમાં બે દર્દીઓના મોત થયા છે