બેંગલુરુમાં કોરોનાનો રાફળો ફાટ્યો – નર્સિંગ કોલેજમાં 40 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ, એક જ એપોર્ટમેન્ટના 103 લોકો પણ કોરોના સંક્રમિત મળી આવ્યા
- બેંગલુરુમાં કોરોનાનો રાફળો ફાટ્યો
- નર્સિંગના 40 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ
દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાની રફત્તાર ઘીમી પડેલી જોવા મળી રહી છે, પરંતુ હાલ પણ કેટલીક જગ્યાઓએ કોરોનાના કેસનો રાફળો ફાટ્યો છેકોરોનાના ,કેસ એક સાથે વધવાનું તાજેતરનું ઉદાહરણ કર્ણાટકના બેંગલુરુમાં જોવા મળ્યું છે, જ્યાં એક એપાર્ટમેન્ટમાં નર્સિંગ કોલેજમાં ભણતા 210 વિદ્યાર્થીઓમાંથી 40 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.તો બીજી તરફ એક એપાર્ટમેન્ટમાં પણ 103 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે
6 ફેબ્રુઆરીના રોજ આ પાર્ટમેન્ટના લોકો દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પછી, ત્યાં કોરોના પરીક્ષણ કરવામાં આવ્યું, જેમાં 103 લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું. બ્રુહટ બેંગ્લોર મહાનગર પાલિકાના કમિશનર એન. મંજુનાથ પ્રસાદે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે 103 માંથી 96 લોકો 60 વર્ષથી વધુ ઉંમર ધરાવે છે.જ્યા એક બાજુ કોરોનાનો ખાતમો જોવા મળી રહ્યો છે ત્યા બીજી તરફ એક સ્થળેથી કોરોનાનો રાફળો ફાટેલો પણ જોવા મળ્યો છે
એપાર્ટમેન્ટમાં 1,500 લોકો કુલ 435 ફ્લેટમાં રહે છે. અધિકારીઓનું કહેવું છે કે 6 ફેબ્રુઆરીએ યોજાયેલી પાર્ટીમાં 45 લોકો એકઠા થયા હતા. મોટાભાગના લોકોને કોરોનાનાં લક્ષણો દેખાઈ રહ્યા નથી જેથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી.
અહીં 10 ફેબ્રુઆરીના રોજ પ્રથમ કેસ પ્રકાશમાં આવ્યો હતો, જ્યારે વ્યક્તિમાં કોરોનાના લક્ષણો જોવાતા પરીક્ષણ કરાવ્યું હતું. બેંગ્લોર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આખા એપાર્ટમેન્ટને સેનેટાઈઝ કરવામાં આવ્યું છે. રવિવારના રોજ આ એપાર્ટમેન્ટમાં રહેતા 513 લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જ્યારે સોમવારે 600 થી વધુ લોકોના પરીક્ષણ કરાયા હતા.આ સાથે જ વિતેલા દિવસે પણ 300 લોકોનું કોરોના પરિક્ષણ કરવામાં આવ્યું.
સાહિન-