Site icon Revoi.in

બ્રાઝીલમાં કોરોનાની સ્થિતિ કથળી – નવા સ્ટ્રેનના જોખમ વચ્ચે એક દિવસમાં 4 હજારથી વધુના મોત

Social Share

સમગ્ર વિશ્વ ફરી એકવખત કોરોનાના ઝપેટમાં આવી રહ્યું છે, દિવસેને દિવસે કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે બ્રાઝિલમાં કોરોનાનું તાંડવ જોવા મળી રહ્યું છે, જેને લઈને ઉચ્ચ અધિકારીઓ સહીત નિષ્ણાંતોએ આ મામલે ચેતવણી આપી છે.

બ્રાઝિલમાં દર અઠવાડિયે કોરોના વાયરસનો એક નવો સ્ટ્રેન જોવા મળી રહ્યો છે,જેમાં મંગળવારના રોજ એક જ દિવસમાં અહીં 4 હજાર 195 લોકોએ કોરોનાના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. આ મોતના આંકડાએ રેકોર્ડ તોડ્યો છે.

બ્રાઝીલ દેશ હાલ દેશના ઈતિહાસમાં સૌથી મોટી માનવ મહામારી સામે લડીલ રહેલો દેશ છે.આ સમગ્ર મામલે સ્વાસ્થ્ય નિષ્ણાતે કહ્યું કે જો બ્રાઝીલમાં કોરોના વાયરસ પર કાબૂ નહીં કરવામાં આવે તો સમગ્ર વિશ્વમાં તેના પર નિયંત્રણ મુશ્કેલ બનશે.

સ્વાસ્થ્ય નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે બ્રાઝીલમાં દર સપ્તાહે એક નવો સ્ટ્રેન સામે આવતો જોવા મળે છે. આ સાથે જ સમગ્ર વિશ્વમાં કોરોનાનો આંકડો 13.22 કરોડને વટાવી ચૂક્યો છે, તો સાથે જ 28.7 લાખ લોકોએ વિશ્વભરમાં કોરોનાથી જીવ ગુમાવ્યા છે.

સાહિન-