- ચીનમાં કોરોનાનો કહેર
- ફરીથી લાગૂ કરવામાં આવ્યું સખ્ત લોકડાઉન
દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાના નવો વેરિએન્ટ ઓમિક્રોનનું જોખમ વર્તાઈ રહ્યું છે આવી સ્થિતિમાં વિશ્વના ઘણા દેશોમાં કોરોનાના કેસો પણ વધતા જોવા મળી રહ્યા છએ જે કોરોનાની આગામી લહેરના સંકેત દર્શાવે છે ત્યારે કોરોનાની ઉત્તપતિ જ્યાથી થઈ હતી તેવા દેશ ચીનમાં ફરી કોરોનાનો કહેર ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ચીનની ઉત્તર આવેલા શીયાન શહેરમાં અચાનક કોરોનાના સંક્રમણના કેસોનો રાફળો ફાટ્યો છે,જેને લઈને 1.3 કરોડ લોકોને લોકડાઉનમાં પૂરી દેવામાં આવ્યા છે.આ સાથે જ પ્રકારના વેપાર-ધંધા અને કામકાજના સ્થળો પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે.
ચીની મીડિયામાં જાહેર થયેલા સમાચાર પ્રમાણે શીયાન શહેરના તંત્રએ શહેરના તમામ નાગરિકોને ઇમરજન્સી કામ સિવાય અન્ય કોઇ કામ વગર ઘરની બહાર ન નીકળ જણાવ્યું છે, આ સાથે જ કોઈ પણ પ્રકારના કામ ઘંઘા માટે પણ બહાર ન જવાનું કહેવામાં આવ્યું છે, માત્ર જરુરી કામ અર્થે જ લોકોને ઘરની બહાર નીકળવા દેવાશે તેવના આદેશ આપવામાં આવ્યા છે.તે પરથી એ ચોક્કસ કહી શકાય કે ચીનની સ્થિતિ ફરીથી ખરાબ થઈ રહી છે.
આ સાથે જ એરપોર્ટથી શહેર તરફ આવતા અને શહેરથી એરપોર્ટ જતાં તમામ પરિવહન સેવા પણ સ્થગિત કરવામાં આવી છે. આ તમામ આદેશનો અમલ તાત્કાલિક શરુ કરવામાં આવી ચૂક્યો છે.જેથી કહી શકાય કે શહેરના 1.3 કરોડ લોકો હાલ લોકડાઉનની સ્થિતિમાં જીવી રહ્યા છે.
આ સાથએ જ ઘરની વસ્તુઓની ખરીદી માટે ઘરના એક જ વ્યક્તિને બહાર જવાની પરવાનગી અપાી છેહતું. શિયાન શહેરમાં બુધવારે એટલે કે છેલ્લા ૨૪ કલાકમાં કોવિડના 50તી વધુ નવા કેસ આવ્યા છે જેથી હવે તંત્ર કડક પગલા લેવા મજબૂર બન્યું છે