Site icon Revoi.in

કોરોનાના ડિસ્પોઝેબલ માસ્ક પર્યાવરણ માટે બની રહ્યું છે મોટૂ જોખમ,કચરાના જથ્થામાં અધધધ વધારો

Social Share

વર્ષ 2020ના આરંભથી જ વિશ્વભરમાં કોરોના મહામારીનો પ્રકોપ શરુ થયો ,કોરોનાની સેફ્ટિ માટે માસ્કને મહત્વનું સ્થાન લીઘું જો કે જે રીતે માસ્કનો ઉપયોગ સતત વધતો ગયો તે જ રીતે દેશમાં કચરાના જથ્થામાં પણ મોટા પ્રમાણમાં વધારો થતો ગયો કારણ કે કોરોનાની સેફઅટિ માટે ઉપયોગમાં લેવાતા જિસ્પોઝેબલ માસ્ક કચરામાં નાખવામાં આવે છે છેવટે તે પર્યાવરણ માટે જોખમ સાબિત થાય છે.

હવે માસ્ક પર્યાવરણ માટે પણ ખતરો બની રહ્યો છે. વાસ્તવમાં, એક સંશોધનમાં સામે આવ્યું છે કે પ્રદૂષણ ફેલાવવાનું સૌથી મોટું કારણ ડિસ્પોઝેબલ માસ્ક બની રહ્યા છે. સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે દરેક જગ્યાએ ડિસ્પોઝેબલ માસ્ક ફેંકવાથી કચરામાં 9000 ટકા સુધીનો વધારો થયો છે. એટલું જ નહીં, તે ચેપ ફેલાવવામાં પણ અગ્રેસર છે.

તાજેતરના સંશોધનનો અંદાજ છે કે વિશ્વભરમાં આપણે દર મહિને 129 અબજ માસ્કનો ઉપયોગ કરીએ છીએ, જેનો અર્થ છે કે આપણે દર મિનિટે 3 મિલિયન માસ્કનો ઉપયોગ કરી રહ્યા છીએ. તેમાંના મોટાભાગના પ્લાસ્ટિક માઇક્રોફાઇબરથી બનેલા નિકાલજોગ ફેસ માસ્ક છે, જેનો લોકો ઉપયોગ કરે છે અને એક દિવસમાં ફેંકી પણ દેતા હોય છે જે કચરામાં જ જાય છે. માહિતી અનુસાર, આવનારા દિવસોમાં લગભગ 75 ટકા વપરાયેલ માસ્ક અને અન્ય ડિસ્પોઝલ કીટ કાં તો માટીમાં મળી આવશે અથવા તો વિશ્વના મહાસાગરો અને સમુદ્રોમાં મળી આવશે. જે આગામી દિવસોમાં વધુ એક સંકટ પેદા કરી શકે તેવી શક્યતાઓ દર્શાવાઈ રહી છે.

માસ્કથી વધતા કચરા બાબતનું આ સંશોધન છેલ્લા 14 મહિનાથી કરવામાં આવી રહ્યું છે,14 મહિનાના સંશોધનમાં જાણવા મળ્યું છે કે મહામારી પછી, કોરોના સંબંધિત કચરામાં ચિંતાજનક વધારો થવા લાગ્યો છે. વાયરસનો ફેલાવો સંપૂર્ણ વિકસિત વૈશ્વિક મહામારીમાં ફેરવાઈ જતાં તેને નિયંત્રિત કરવું પણ વધુને વધુ મુશ્કેલ બની રહ્યું હતું, અને વિશ્વભરની સરકારોએ ચહેરાના માસ્ક ફરજિયાત પહેરવા સહિતના વિવિધ નિયંત્રણો રજૂ કર્યા હતા.